દાંત વિષેની એકદમ સામાન્ય માહિતી


 

 

દાંત વિષેની એકદમ સામાન્ય માહિતી

દાંત આપણા શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. ખાવા, બોલવા અને સુંદર સ્મિત માટે દાંત ખુબ જ જરૂરી છે. આપણા દાંત ખોરાકના પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ ખોરાકને કાપીને કચડી નાખે છે, તેમજ લાળરસ સાથે ભેળવીને ખોરાકને નરમ બનાવે છે જેથી તેને ગળી જવામાં સરળતા રહે તેમજ પાચનતંત્રના આગળના અવયવોનું કાર્ય સરળ બનાવે છે. આમ, ખોરાકના પાચનની શરૂઆત મોઢામાં આવેલ દાંતથી જ શરૂ થઈ જાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે માનવ દાંત કેવી રીતે બનેલા છે અને કેમ મહત્વપૂર્ણ છે.

 

વિષયસૂચિ


માનવ દાંત કેટલા પ્રકારના હોય છે? 


દાંત બે પ્રકારના હોય છે, દુધિયા દાંત અને કાયમી દાંત.

દુધિયા દાંત (Milk Teeth)


દુધિયા દાંતની સંખ્યા કુલ 20 હોય છે
બાળકની આશરે 6 મહિનાથી શરૂ કરીને થી 2 થી 3 વર્ષની ઉંમર સુધી આવે છે
બાળકોમાં ખાવા તેમજ બોલવામાં મદદરૂપ થાય છે
જડબાના સામાન્ય વિકાસ માટે જરૂરી છે તેમજ કાયમી દાંત માટે જગ્યા બનાવે છે


કાયમી દાંત (Permanent Teeth)


કાયમી દાંતની સંખ્યા કુલ 32 હોય છે. જેમાં ડહાપણ દાંઢનો પણ સમાવેશ થયેલ છે.
6 વર્ષની ઉંમર પછી આવવા લાગે છે
જો યોગ્ય કાળજી રાખીએ તો કાયમી દાંત આખી જિંદગી ચાલી શકે





દાંતના પ્રકાર, સંખ્યા અને તેનું કાર્ય


દાંતના પ્રકાર અને કાર્ય


કાયમી દાંતના પ્રકાર, તેની સંખ્યા અને તેનો ઉપયોગ નીચે મુજબ છે.

છેદક દાંત (Incisors – 8)

  • છેદક દાંતની સંખ્યા 8 હોય છે.
  • તેનો ઉપયોગ ખોરાકને કાપવા માટે હોય છે.

ભેદક દાંત - તીક્ષ્ણ દાંત – રાક્ષી દાંત (Canines – 4)

  • ભેદક દાંતની સંખ્યા 4 હોય છે.
  • તેનો ઉપયોગ ખોરાકને ચિરવા માટે હોય છે.

નાની દાંઢ (Premolars – 8)

  • નાની દાંઢની સંખ્યા 8 હોય છે.
  • તેનો ઉપયોગ ખોરાકને દડવા માટે હોય છે.

મોટી દાંઢ (Molars – 12)

  • મોટી દાંઢની સંખ્યા 12 હોય છે.
  • તેનો ઉપયોગ ખોરાકને સારી રીતે દડવા માટે હોય છે.




દુધિયા દાંત કયારે આવે?


દુધિયા દાંત આવવાનો સમય નીચે મુજબ છે. 

ઊપરના દુધિયા દાંત આવવાનો સમય

  • Central incisor છેદક દાંત 8-12 મહિના
  • Lateral incisor છેદક દાંત 9-13 મહિના
  • Canine (cuspid) ભેદક દાંત 16-22 મહિના
  • First molar મોટી દાંઢ 13-19 મહિના
  • Second molar મોટી દાંઢ 25-33 મહિના

નીચેના દુધિયા દાંત આવવાનો સમય

  • Central incisor છેદક દાંત 6-10 મહિના
  • Lateral incisor છેદક દાંત 10-16 મહિના
  • Canine (cuspid) ભેદક દાંત 17-23 મહિના
  • First molar મોટી દાંઢ 14-18 મહિના
  • Second molar મોટી દાંઢ 23-31 મહિના



માનવ દાંતના પ્રકાર અને દાંત આવવાનો સમય

દુધિયા દાંત કયારે પડે ?


ઊપરના દુધિયા દાંત પડવાનો સમય

  • Central incisor છેદક દાંત 6-7 વર્ષ
  • Lateral incisor છેદક દાંત 7-8 વર્ષ
  • Canine (cuspid) ભેદક દાંત 10-12 વર્ષ
  • First molar મોટી દાંઢ 9-11 વર્ષ
  • Second molar મોટી દાંઢ 10-12 વર્ષ

નીચેના દુધિયા દાંત પડવાનો સમય

  • Central incisor છેદક દાંત 6-7 વર્ષ
  • Lateral incisor છેદક દાંત 7-8 વર્ષ
  • Canine (cuspid) ભેદક દાંત 9-12 વર્ષ
  • First molar મોટી દાંઢ 9-11 વર્ષ
  • Second molar મોટી દાંઢ 10-12 વર્ષ

કાયમી દાંત કયારે આવે ?


ઊપરના કાયમી દાંત આવવાનો સમય

  • Central incisor છેદક દાંત 7-8 વર્ષ
  • Lateral incisor છેદક દાંત 11-12 વર્ષ
  • Canine (cuspid) ભેદક દાંત 11-12 વર્ષ
  • First premolar નાની દાંઢ 10-11 વર્ષ
  • First molar મોટી દાંઢ 6-7 વર્ષ
  • Second molar મોટી દાંઢ 12-13 વર્ષ
  • Third molar ડહાપણ દાંઢ 17-21 વર્ષ

નીચેના કાયમી દાંત આવવાનો સમય

  • Central incisor છેદક દાંત 6-7 વર્ષ
  • Lateral incisor છેદક દાંત 7-8 વર્ષ
  • Canine (cuspid) ભેદક દાંત 9-10 વર્ષ
  • First premolar નાની દાંઢ 10-12 વર્ષ
  • First molar મોટી દાંઢ 6-7 વર્ષ
  • Second molar મોટી દાંઢ 11 -13 વર્ષ
  • Third molarડહાપણ દાંઢ 17-21 વર્ષ


દાંતની બાહ્ય રચના (Structure of Tooth)


દાંત મુખ્યત્વે બે ભાગનો બનેલો હોય છે:

Crown (માથુ)

પેઢાની બહાર દેખાતો ભાગ

Root (મૂળિયાં)

પેઢાં તેમજ હાડકાની અંદરનો, ન દેખાતો ભાગ

દાંત શેના બનેલા હોય છે

 

દાંતની આંતરિક રચના - દાંત શેના બનેલા હોય છે?



Enamel (ઇનેમલ)

બહારનો મજબૂત સફેદ પડ. શરીરની સૌથી મજબૂત પેશી છે.
 

Dentin (ડેન્ટીન)

અંદરનો થોડોક નરમ અને સંવેદનશીલ ભાગ

Pulp (પલ્પ)

નસો અને રક્તવાહિનીઓ ધરાવતો ભાગ

Cementum (સિમેન્ટમ)

દાંતના મૂળને આવરી લેતું હાડકા જેવું પડ, જે દાંતને હાડકાં સાથે જોડી રાખે છે.



દાંત મુખ્યત્વે કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ખનિજતત્વોથી બનેલા હોય છે.




દાંતના મહત્વના કાર્યો કયા છે?

  • ખોરાક ચાવવા માટે
  • સ્પષ્ટ બોલવા માટે
  • ચહેરાની સુંદરતા માટે
  • આત્મવિશ્વાસ માટે




દાંતમાં થતાં સામાન્ય રોગો


દાંતમાં થતાં સામાન્ય રોગો દાંતનો સારો પેઢાંના રોગો




દાંતમાં મુખ્યત્વે નીચે મુજબના રોગો થાય છે.

સમયસર સારવાર કરાવવાથી મોટી ભાગની સમસ્યાઓ ટાળી શકાય છે.



દાંતની સંભાળ કેવી રીતે રાખશો?

દાંતની સંભાળ કેવી રીતે રાખશો



સ્વસ્થ દાંત સ્વસ્થ જીવનનું આધાર છે. નાની વયથી જ દાંતની યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. નિયમિત ડેન્ટલ ચેકઅપથી મોટી સમસ્યાઓ ટાળી શકાય છે.


 

You may like these posts: