શું લોકો તમારી સાથે વાત કરવા મોંની વાસને કારણે નજીક આવતા
અચકાય છે?
અહી આપને મોંઢામાંથી આવતી દુર્ગંધના કારણો અને તેને
અટકાવવાના ઉપાયો વિષે ચર્ચા કરીશું. મોંઢામાંથી આવતી વાસથી લગ્નજીવન, ધંધાદારી કે
સામાજીક સંપર્કોને અસર થતી હોવાથી ઘણા લોકો
તેના વિષે ખુબ ચિંતાગ્રસ્ત હોય છે અને ખુબ જ શરમ અનુભવે છે. મોઢામાંથી આવતી
વાસ ઉડ્ડયનશીલ સલ્ફર તત્વને કારણે હોય છે.
ઉચ્છવાસ ફેફસામાંથી ઉત્પન્ન થઇ શ્વાસનળીમાંથી થઈને નાક કે
મોં દ્વારા બહાર નીકળે છે. તેથી ખરાબ વાસનું કારણ આમાંના કોઈ અંગને કારણે હોઈ શકે
છે. ૮૦% કિસ્સામાં ખરાબ વાસનું કારણ દાંત કે મોંઢાના રોગોને કારણે હોય છે. જેમકે
દાંતનો સડો અને પાયોરીયા.
દાંતની અનિયમિત અવ્યવસ્થિત સફાઈ વાસનું સૌથી મોટું કારણ છે.
એ સિવાય દાંતનો સડો(કેવીટી) અને પાયોરીયાથી મોંઢામાં વાસ આવે છે. ધૂમ્રપાનથી તીવ્ર
વાસ આવે છે.
આ સિવાય અન્ય કેટલાક વાસ આવવાના કારણો જેવા કે ફેફસામાં
રસી, ફેફસાનું કેન્સર, સાયનસનો સોજો, શરદી, ટી.બી., ડાયાબીટીસ, હોજરીનું કેન્સર,
લોહીનું કેન્સર, કમળો, નાકમાં મસા, ગળાનું ઇન્ફેકશન હોઈ શકે છે. કેટલાક ખોરાકથી પણ
મોંમાં વાસ આવે છે જેમકે લસણ, ડુંગળી કે આલ્કોહોલ. મોંઢેથી શ્વાસ લેવાની ટેવથી પણ
વાસ આવે છે. અન્ય કોઈ બીમારીને કારણે જો તાવ આવતો હોય તો પણ મોંમાંથી વાસ આવવી
સામાન્ય છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમિયાન મોંમાંથી વાસ આવે છે.
ઉપાય: શ્વાસમાં આવતી દુર્ગંધની સારવાર તે કયા કારણોસર આવે
છે, તેના પર આધાર રાખે છે. ૮૦% કિસ્સામાં વાસનું કારણ દાંત અને મોંઢાના રોગોને
કારણે હોય છે. શ્વાસમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે
(૧) નિયમીત અને વ્યવસ્થિત દરેક વખતે જમ્યા બાદ બ્રશ વડે
દાંતની સફાઈ કરો.
(૨) સારા ટૂથબ્રશ અને ટુથપેસ્ટ ઉપયોગ કરો.
(૩) મીઠાવાળા પાણીના કોગળા ઘણી રાહત આપે છે.
(૪) એન્ટીસેપ્ટીક માઉથવોશથી દુર્ગંધ દુર કરી શકાય છે.
(૫) દાંતમાં જો કેવીટી(સડો) થઇ ગયેલ હોય અને તેમાં ખોરાકના
કણો ફસાઈ જતા હોય તો ફીલિંગ કરી શકાય.
(૬) સડી ગયેલા દાંતના મુળિયા જો હોય તો દુર કરાવો.
(૭) દાંત પર છારી કે પ્લાક જામી ગયેલ હોય તો સ્કેલીંગથી દુર
કરવો.
(૯) જીભ પરથી નિયમિત ઉલ ઉતારો.
(૧૦) મોંમાંથી વાસ આવવાના અન્ય કારણો જેવા કે શરદી, સાયનસનો
સોજો, ગળાનું ઇન્ફેકશન, ફેફસાનું ઇન્ફેકશન જેવા રોગ માટે જે તે ડોક્ટર પાસે યોગ્ય
સારવાર લો.
નિયમિત દાંતની સફાઈ કરો અને દાંત-મોંઢાના રોગથી દુર રહો.
આ પણ વાંચો, તમને જરૂર ગમશે.
![]() | ![]() | ![]() | ![]() | ![]() |
જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.