મોઢામાં ચાંદા - દવા - શું કરવું


  

મોઢામાં ચાંદા પડવા આમ જો તો ખૂબ જ સામાન્ય બીમારી છે, પણ શરૂઆતમાં દિવસોમાં તેની પીડા જમતી વખતે તેમજ બોલતી વખતે ખૂબ જ હેરાન કરી શકે છે. ચાંદા માટે એક વાત બહુ જ સારી એ છે કે મોટે ભાગે તે  ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. પણ પીડાદાયક દિવસો દરમિયાન શું કરવું. ચાલો જાણીએ.





 

ચાંદા પડવાના કારણો

  • મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોય શકે છે, મુખ્ય કારણો જોઈએ તો, કોઈ પણ પ્રકારની ઇજા, જેમ કે કોઈ અણીદાર ખાવાની વસ્તુથી ઇજા,
  • એકદમ ગરમ વસ્તુથી દાઝી જવું,
  • કોઈ કેમિકલથી દાઝી જવું જેમ કે પાનમાં એકદમ તેજ ચૂનો
  • કોઈ કારણોસર શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો પણ ચાંદા પડી શકે છે
  • કબજિયાત, પાંડુરોગ, માનસિક તણાવ જેવી તકલીફોને કારણે વારંવાર ચાંદા પડી શકે
  • ઢીલા ચોકઠાથી ચાંદા પડી શકે 

 

 

મોઢામાં ચાંદા પડે તો શું કરવું 

  • ખાટું તેમજ તીખું ખાવાનું ટાળવું
  • ચાંદાને બ્રશથી કે ચમચીથી અડવાનું ટાળો.
  • મેડિકલ સ્ટોર્સ પરથી મળતી ચાંદાને ખોટું કરવાની ક્રીમ વાપરી શકાય જેમ કે Dentogel 
  • મીઠાવાળા પાણીથી કોગળા કરી શકાય. મીઠું કુદરતી રીતે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.
  • દાંત પર બ્રશ હળવા હાથે કરવું. ચાંદા પડ્યા છે, એટલે બ્રશ કરવાનું ટાળવું નહીં.

 

 ડૉક્ટરને કયારે મળવું જોઈએ

મોટે ભાગે ચાંદા ૭ થી ૧૪ દિવસમાં મટી જ જાય છે. તેમ છતાં નીચેની પરીસ્થિતિમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

  • ચાંદા ૩ અઠવાડિયા પછી પણ ના મટે.
  • ચાંદા ની સાથે સાથે તાવ આવતો હોય અને અસહ્ય પીડા થતી હોય.
  • ચાંદા આખા મોઢામાં ફેલાઈ ગયા હોય.
  • પ્રવાહી પીવામાં પણ તકલીફ થતી હોય
  • ખૂબ જ મોટી સાઇઝનું ચાંદું પડ્યું હોય
  • ૧ મહિનાથી ચાંદું પડ્યું હોય, મટતું ન હોય અને એમાં કોઈ પણ જાતનો દુખાવો ન થતો તો નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ, તે કેન્સર હોય શકે છે.

You may like these posts: