કઈ ટુથપેસ્ટ સારી ? અંદરકી બાત



કઈ ટુથપેસ્ટ સારી ?

ટીવી  કે અન્ય મીડિયા પર જુદીજુદી ઘણી બધી ટુથપેસ્ટની  જાહેરાતો (લગભગ બધી ગેરમાર્ગે દોરતી) ચાલુ હોય છે. લોકો મુંઝાય છે, કોની વાપરવી?. સારવાર પૂરી થયા પછી દર ચોથો દર્દી જતાજતા છેલ્લી મુંઝવણ દુર કરવા પૂછી બેસે, સાહેબ, કઈ ટુથપેસ્ટ સારી

તો એના જેવો પ્રશ્ન થયો કે જાણે વિદ્યાર્થી શિક્ષકને પૂછતો  હોય કેસાહેબ, પરીક્ષામાં વધારે માર્ક આવે તેના માટે કઈ કંપનીની પેનથી પેપર લખવું જોઈએ.” હવે તમે વિચારો આનો શું જવાબ હોઈ શકે. જવાબ તમને ખબર છે, છતાં, પ્રાસનો મેળ કરવા લખું છું. જેમ પેપર લખવા માટે પેન જરૂરી છે, તેમ દાંત બ્રશ કરવા માટે ટુથપેસ્ટ હોવી જોઈએ, કઈ કંપનીની છે, કેટલા રૂપિયાની છે, કયા કલરની છે, તેમાં મીઠું છે કે નહિ, તે બિલકુલ મહત્વનું નથી. હોવી જોઈએ, બસ. કિમંતી ટુથપેસ્ટથી દાંત વધુ સારા સાફ થાય એવું બિલકુલ જરૂરી નથી. મારા ઘણા દર્દીઓ પાસેથી અનેકવાર સંભાળવા મળ્યું છે કેસાહેબ, સો રૂપિયા વાળી ફેમવેની ટુથપેસ્ટ વાપરું છું, તોય દાંત દુખ્યા રાખે છે.”   ભાઈ ( કે બહેન) ટુથપેસ્ટ માત્ર દાંતની રોજીંદી સફાઈ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ છે, કોઈ દવા નથી. હા, દવાવાળી ( મેડિકેટેડ) ટુથપેસ્ટ આવતી હોય છે. દાંતની કેટલીક તકલીફ જેમ કે દાંત સેન્સીટીવ હોય, તો આવી તકલીફ વાળા દર્દીઓને ડોક્ટરની સલાહથી તેવી ટુથપેસ્ટ વાપરવી જોઈએ. બધાએ આવું કરવું જરૂરી નથી.

દાંતની સારી સફાઈ માટે સારું બ્રશ હોવું  મહત્વનું છે. અને તેનાથી પણ વધારે મહત્વનું છે, બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક ટેકનીક. મોટાભાગના લોકો ખોટી ટેકનીકથી બ્રશ કરતા હોય છે, એટલે સારું રિઝલ્ટ મળતું નથી. ટુથપેસ્ટ દાંત સાફ કરવાનું એક માધ્યમ માત્ર છે. જેમ પેપર લખવા માટે પેન. અગત્યનું છે, તમારું નોલેજ અને ઈચ્છા.

એક ગમતી કડવી વાત
તમારી પાસે ટુથપેસ્ટ છે, સારું બ્રશ છે, બ્રશ કરવાની સાચી ટેકનીકનું જ્ઞાન છે, છતાં દાંત બરાબર સાફ થતા હોવાનું મોટું કારણ છે, ઈચ્છા. વલણ (attitude).  બ્રશ કરવામાં વેઠ ઉતારવાની ટેવ, પુરતો સમય નથી એવું બહાનું. બ્રશ કરતી વખતે બેધ્યાન હોવું.

હવે, કેટલાક જાણવા તેવા મુદ્દા.
✦દુનિયાની કોઈ ટુથપેસ્ટ કુદરતી રીતે પીળા દાંત ને સફેદ કરી શકાતી નથી. જેમ, સ્કીન માટેની કોઈ ફેયરનેસ ક્રીમ કાળી સ્કીનને ગોરી નથી બનાવી શકતી. જાહેરાતમાં કરાતો આવો દાવો સદંતર ખોટો હોય છે.

✦બધી ટુથપેસ્ટ એક સરખું કામ આપે છે(જેમ કે બધી પેન)  કોઈ પણ વાપરો, કોઈ ફરક પડતો નથી. જેનો કલર તમને ગમતો હોય, ટેસ્ટ ગમતો હોય, અને પરવડે લેવી. જાહેરાતમાં કરાયેલા દાવાઓને  ગંભીરતાથી લેવા નહિ.


અહી નીચે જ  Brushing Technique ની બે મીનીટની વિડીયો મુકેલી છે. આપને જરૂરથી ઉપયોગી થશે. 





આ પણ વાંચો, તમને જરૂર ગમશે.


શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?દાંતના સડાથી કઈ રીતે બચશો ?પયોરીયાથી કેવી રીતે બચશો?દાંતની માવજત કરો, મજાક નહિ.કઈ ટુથપેસ્ટ સારી?

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

You may like these posts: