બાળકોના દુધિયા દાંતની સંભાળ કેવી રીતે કરશું

દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજાતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમના સર્વેક્ષણ મુજબ શાળાએ જતા બાળકોમાં (૪ થી ૧૨ વર્ષ)માં ૭૦ થી ૮૦ % બાળકો દાંતના રોગોથી પીડાય છે. જેમાં મુખ્ય રોગ દાંતનો સડો છે.

સામાન્ય રીતે આપણી પ્રજામાં એવી ખોટી માન્યતા છે કે નાના બાળકોના દુધિયા દાંતની સંભાળ રાખવી જરૂરી નથી કેમ કે તે પડી જ જવાના છે અને બીજા કાયમી દાંત આવવાના છે.

યાદ રાખો: દુધિયા દાંતની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે જેટલી કાયમી દાંતની સંભાળ રાખવી. કારણ કે,
(૧) દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખતા હોય છે. જો દુધિયા દાંત કુદરતી રીતે પડવાના સમય કરતા વધારે પડતા વહેલા સડાને કારણે પડી જાય અથવા પડાવવા પડે, તો તે જગ્યાએ જડબાનો વિકાસ કુંઠિત થાય છે અને કાયમી દાંત માટે જડબામાં જગ્યા ઓછી રહે છે અને દાંતની ગોઠવણી વ્યવસ્થિત થતી નથી પરિણામે બાળકના દાંત વાંકાચૂકા (આગળ-પાછળ) રહે છે.

(૨) દુધિયા દાંત વહેલા પડી જાય અથવા પડાવવા પડે તો પણ કાયમી દાંત તો તેના સમયે જ આવે છે, ત્યાં સુધી બાળકની ખોરાક ચાવવાની ક્ષમતા ઘટી જાય છે.  

(૩) પ્રથમ કાયમી દાઢ બાળકમાં આશરે છ વર્ષની ઉમરે ઉગે છે. જો આ દાઢમાં સડો લાગે અને ભૂલથી તેને દુધિયા દાંત ગણીને તેની સારવાર પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો શક્યતા રહે કે બાળકને એક દાઢનું કાયમી નુકશાન થાય.

(૪) દુધિયા દાંત વહેલા પડી જવાથી બાળકના ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે.
બીજી એક એવી ખોટી માન્યતા છે કે, બાર-તેર વર્ષ સુધીના બાળકના દાંત સડી ગયા હોય કે ઈજાને કારણે આગળના દાંત તૂટી ગયા હોય તો કઢાવી નાખવા જોઈએ, તેથી બીજા નવા દાંત ઉગી આવશે.
યાદ રાખો: કુદરતી રીતે દુધિયા દાંત પડવાની શરૂઆત છ થી સાત વર્ષે શરુ થાય છે અને વારાફરતી દરેક દાંતના સમયપત્રક અનુસાર તે પડતા જાય અને તેની જગ્યાએ કાયમી દાંત આવતા જાય છે હવે આ કાયમી દાંત કઢાવી નાખો તો બીજા કોઈ દાંત તેની જગ્યાએ ઉગતા નથી. કાયમી દાંત એક જ વાર આવે છે.
dental treatment at Bharat Katarmal Jamnagar clinicબાળકોના દાંતની સંભાળ કેવી રીતે રાખશો?
(૧) બાળકના દુધિયા દાંત આવી ગયા હોય અને બાળક થોડુક સમજણુ થાય ત્યારથી જ તેના દાંતને બ્રશ કરવાનું શરુ કરી દેવું જોઈએ.
(૨) દાંત સાથે ચોટી જાય તેવી ચીકણી ખાવાની વસ્તુઓ જેમ કે ચોકલેટ, ગોળ, મીઠાઈ વગેરે પર નિયંત્રણ રાખો. રાત્રે જમ્યા પછી કયારેય આવી ચીકણી ખાવાની વસ્તુઓ બાળકોને ખાવા આપશો નહિ.
(૩) દરરોજ સવારે અને રાત્રે સુતા પહેલા બાળકને ફરજીયાત બ્રશ કરાવો. રાત્રે સુતા પહેલા દાંતની સફાઈની વધારે અગત્યતા છે.
(૪) દૂધની બોટલ મોઢામાં આપીને બાળકને સુવડાવવાની આદત પાડવી નહિ. તેનાથી બાળકમાં દાંતના સડાની શકયતા  ખુબ જ વધારે રહેશે અને સડાનો વિકાસ ઝડપી રહે છે, અને બાળકને “બેબી બોટલ સિન્ડ્રોમ“ નામનો રોગ થાય છે, જેમાં બાળકના લગભગ બધા દાંત સડી જાય છે.
(૫) સારી ગુણવત્તાવાળું ટુથબ્રશ અને બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો.
(૬) બાળકના દાંત ઉપર સડાપ્રતિરોધક રસાયણ(ફ્લોરાઇડ) લગાડી શક્ય. જે દાંતની સપાટીને સડા સામે રક્ષણાત્મક આવરણ પૂરું પડે છે. આ સારવાર દાંતના નિષ્ણાંત ડોક્ટર બાળકને ૩,૭, ૧૩ અને ૧૭ વર્ષની ઉમરે જેમ જેમ નવા દાંત ઉગતા જાય તેમ આપી શકે.
(૭) દાઢોમાં રહેલી કુદરતી તીરાડોઅને ખાંચો જેમાં ખોરાક ફસાઈ જાય અને વ્યવસ્થિત સાફ ન થઇ શકે, તે ઇનેમલોપલાસ્ટી દ્વારા નિયમિત કરી શકાય, જેથી દાંતમાં સડો થાય તેવું વાતાવરણ બને નહિ. જો આ કુદરતી તીરાડો, ખાંચો ઊંડી હોય તો તેમાં કોમ્પોઝીટ ફિશર સીલંટ મટીરીયલ દ્વારા છીછરી કરી શકાય.
(૮) દર છ મહીને દાંતનીનિયમિત તપાસ થવી જોઈએ, જેથી કોઈ દાંતમાં સડાની શરૂઆત થઇ ગઈ હોય તો તેની સારવાર થઇ શકે. યાદ રાખો. દાંતના સડાનું નિદાન જેટલું વહેલું થાય અને તેની સારવાર લેવાય  એટલું વધારે હિતમાં છે. જો સડો ખુબ આગળ વધી જાય અને દુખાવો થાય ત્યારે સારવાર કરાવવાનું  આયોજન હોય તો એવું પણ બને કે તમારે દાંત ગુમાવવો પડે અથવા લાંબી અને જટિલ મુળિયાની સારવાર લેવી પડે.


આ પણ વાંચો, તમને જરૂર ગમશે.http://www.drkatarmal.com/2015/01/wisdom-tooth.htmlhttp://www.drkatarmal.com/2012/10/blog-post_19.html પયોરીયાથી કેવી રીતે બચશો?http://www.drkatarmal.com/2014/11/bleeding-gums-care-gujarati-article.htmlhttp://www.drkatarmal.com/2014/11/bad-breath-gujarti-dental-health-education.html

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

Our Services

Smile Design - Makeover

SMILE IS THE CURVE THAT SETS MANY THINGS STRAIGHT! Good smiles are never out of fashion. And now you can get the desired smile with...

Share on social media

દાંતને બ્રશ કરવાની આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ