પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ

પેઢામાંથી લોહી નીકળતું  હોય એ પેઢાનો રોગ પાયોરીયાનું મુખ્ય લક્ષણ છે. ખાસ કરીને બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળતું હોય, કયારેક આપ મેળે પણ પેઢામાંથી લોહી નીકળતું હોય, પેઢામાંથી લોહી નીકળવાની માત્રા જુદીજુદી હોઈ શકે છે.
taking care of bleeding gums-gujarati article for dental health

પેઢામાંથી લોહી નીકળવાનું કારણ પેઢા પર આવેલ સોજો હોય છે અને પેઢાના સોજાનું મુખ્ય કારણ દાંત પર જામેલી છારી હોય છે, આ છારીના બંધારણમાં ૯૬ ટકા બેક્ટેરિયા હોય છે, જે પેઢાના ચેપમાં અને સોજામાં મોટો ફાળો આપે છે. આ છારીના કારણે પેઢા પર સતત સોજો રહે છે. સોજેલા પેઢાને અડવાથી, કે બ્રશ કરવાથી લોહી નીકળે છે. કયારેક આપમેળે પણ લોહી નીકળે છે. આમ,પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ પાછળ મુખ્ય ખલનાયક છારી હોય છે. દાંત પર છારી જામવાનું મુખ્ય કારણ વ્યવસ્થિત બ્રશ કરવાની બેદરકારી છે. જમ્યા પછી ખોરાકના કણો દાંત પર જામી જાય છે અને ત્રણ-ચાર કલાક પછી તે પ્લાક બને છે. આ પ્લાક બેકટેરિયાના સમુહને રહેઠાણ પૂરું પડે છે, જેમાં બેકટેરિયાની વસ્તી ફૂલેફાલે છે. આ પ્લાક બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાય છે, પરંતુ જો દાંત પરથી પ્લાકને દુર કરવામાં ન આવે તો ચાર-પાંચ દિવસ પછી તે જામીને મજબુત છારી બને છે. એક વખત છારી જામી ગયા પછી તે બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાતી નથી એટલી મજબુત હોય છે. આ છારી મુખ્યત્વે દાંત અને પેઢા જયા ભેગા થતા હોય ત્યાં દાંત પર જામે છે. ખાસ  કરીને નીચેનાં આગળના દાંતમાં જીભ તરફ અને ઉપરના પાછળના દાંતમાં ગાલ તરફ જામે છે. આ છારી પેઢા અને દાંતના મુળીયાને જકડી રાખનાર હાડકાનો ધીમે-ધીમે નાશ કરે છે અને લાંબા સમયે દાંત નબળા પડીને હલવા લાગે છે. આ રોગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાગ્યે જ દુ:ખાવો થાય છે. કયારેક પેઢામાંથી રસી પણ નીકળે છે.

સારવાર:
પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ વ્યવસ્થિત બ્રશ ન કરવાથી જામેલી છારીને કારણે થાય છે. તેથી વ્યવસ્થિત બ્રશ કરવું અતી જરૂરી છે. દાંતના નિષ્ણાંત ડોક્ટર પાસે અલ્ટ્રાસોનીક સ્કેલર દ્વારા જામેલી છારી દુર કરાવવાથી પાયોરીયા, લોહી નીકળવાની તકલીફ અટકાવી  સકાય છે.

પેઢાની માવજત:

દરેક વખતે ભોજન પછી વ્યવસ્થિત  બ્રશ કરવું જરૂરી છે. બે ભોજન વચ્ચે નાસ્તા તરીકે ચીકણા ગળ્યા ખાદ્યપદાર્થો લેવા નહિ. દર છ મહીને કે વર્ષે તમારા ફેમીલી દાંતના ડોક્ટરની મુલાકાત લો અને જો દાંત પર છારી જામી ગયેલ હોય તો તે દુર કરાવો. જો દાંત આડાઅવળા કે વાંકાચૂંકા હોય તો છારી જામવાની શક્યતા વધારે રહે છે.

આ પણ વાંચો, તમને જરૂર ગમશે.


http://www.drkatarmal.com/2011/08/blog-post_16.htmlhttp://www.drkatarmal.com/2015/01/article-on-dental-care-by-jamnagar.htmlhttp://www.drkatarmal.com/2012/10/blog-post.htmlhttp://www.drkatarmal.com/2014/11/bad-breath-gujarti-dental-health-education.htmlhttp://www.drkatarmal.com/2014/11/gujarati-article-jamnagar-dentist-sensitive-teeth.html

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

Our Services

Smile Design - Makeover

SMILE IS THE CURVE THAT SETS MANY THINGS STRAIGHT! Good smiles are never out of fashion. And now you can get the desired smile with...

દાંતને બ્રશ કરવાની આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ