ડેન્ટલ ક્રાઉન (કેપ,કવર,ટોપી)દાંત ઉપરના ક્રાઉન (કેપ,કવર,ટોપી) શું છે? તેની જરૂર ક્યારે પડે છે અને તેની સારવાર કેવી રીતે થાય?

ડેન્ટલ ક્રાઉન એ તૂટેલા, સડી ગયેલા અથવા મોટા ફીલીંગને કારણે નબળા પડી ગયેલા દાંત પર લગાડવવામાં આવતા ધાતુના મજબુત આવરણ છે. ક્રાઉન દાંતના બચેલા ભાગ ઉપર ફીટ થઈ જાય છે અને તેને હેલ્મેટની જેમ મજબુતાઈ તેમજ મૂળ આકાર આપે છે. હવે આપણે એ જાણશું કે ક્રાઉનની જરૂરિયાત ક્યારે પડે છે જેમ કે, 
(૧) મોટા ફિલીંગને કારણે દાંત નબળો પડી ગયેલ હોય ત્યારે તેને મજબૂતી આપવા માટે,                                                            
(૨) ફીલીગનો રંગ ખરાબ થઇ જવાને કારણે દાંત સારો ના લાગતો હોય તો તેનો દેખાવ સુધારવા માટે,
(૩) દાંત તૂટી ગયો હોય (મૂળિયાની સારવાર) કરેલા દાંત પર, તેનું રક્ષણ કરવા માટે


દાંત પર લગાડવવામાં આવતી કેપ વિવિધ જાતના મટીરીયલની બનાવેલી હોઈ શકે છે જેમ કે,
(૧) સિરામિક: (પોર્સેલીન) જે એકદમ કુદરતી તેમજ આકર્ષક લાગે છે. સિરામિક કેપ બનાવવાની પદ્ધતિ, તેમાં વપરાતા મટીરીયલના પ્રકાર અને મેન્યુફેક્ચરીંગ કંપની પ્રમાણે તેમાં પણ ઘણા પ્રકારની કેપ હોય છે. જેમ કે કેડ-કેમ, ટાઈલાઈટ, બ્રુક્ઝીયર, લાવા કેડ-કેમ
(૨) ક્રોમ: તે ખુબ જ મજબુત હોય છે, તેનો રંગ સ્ટીલ જેવો હોય છે, ખાસ કરીને પાછળની દાઢ માટે ઉપયોગી થાય છે. જે સામાન્ય રીતે દેખાતા નથી.

હવે એ જાણશું કેપની સારવાર કઈ રીતે કરવામાં આવે છે .
દાંતમાં કેપ લગાડવવા માટે દાંતને આદર્શ આકાર આપવામાં આવે છે જેમાં દાંતની અંદરનો મજબુત ભાગ છોડી, બહારની સપાટી પરથી કેપની જાડાઈ જેટલો ભાગ દુર કરવામાં આવે છે. દાંતને યોગ્ય આકાર આપવાની સારવાર, ખુબ જ મહત્વનો ભાગ છે. દાંતને આકાર આપ્યા પછી દાંતની છાપ (ઈમ્પ્રેસન,માપ) લેવામાં આવે છે, તેમજ તમારા દાંતનો કલર નોધવામાં આવે છે. કેપ તૈયાર થઇ ગયા પછી ખાસ જાતની સિમેન્ટની કેપને દાંત સાથે ચોટાડવામાં આવે છે, જેનાથી કેપ દાંત સાથે સજ્જડ ચોટી જાય છે. આ સારવાર માટે ઓછામાં ઓછી બે મુલાકાત લેવી પડે આ સારવારમાં કોઈ દુખાવો થતો નથી. જો તમારા દાંત વધારે પડતા સંવેદનશીલ હોય તો જ લોકલ એનેસ્થેસિયા (ખોટું કરવાનું ઈન્જેક્સન ) આપીને આ સારવાર આરામદાયક રીતે કરી શકાય છે.

કેપ લગાવ્યા પહેલાના દાંતના આકાર થોડો અલગ હોવાથી, થોડેક અંશે શરુઆતમાં નવું નવું લાગે છે, જે થોડા દિવસોમાં સામાન્ય થઈ જાય છે. કેપનો કલર બાકીના કુદરતી દાંતના કલર જેવો જ હોવાથી તે કૃત્રિમ હોય એવું લાગતું નથી.

કેપ સડાને કારણે નબળા પડી ગયેલા દાંતને મજબૂતાઈ આપે છે તેમજ તેને આકર્ષક બનાવે છે.
કેપનું આયુષ્ય કેપની કેટલી સંભાળ લેવાય છે તેના પર રહેલુ છે. કેપમાં ક્યારેય સડો થતો નથી. બાકીના કુદરતી દાંતની તમેં જેટલી સંભાળ લો છો તેટલી સંભાળ કેપની પણ જરૂરી છે.

You may like these posts: