દાંતનું ચોકઠું: મહત્વ અને માવજત


આયુર્વેદ તેમજ યુનાની ગ્રંથોમાંથી જાણવા મળે છે કે શરીર મોટાભાગના રોગો પાચનતંત્રની તકલીફને કારણે થાય છે. ખાસ કરીને દાંત પડાવ્યા બાદ દર્દીઓને જમવાની તકલીફને લીધે પેટના દર્દોથી પીડાવું પડે છે. આથી દાંત પડાવ્યા બાદ ચોકઠું બનાવવુ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી બને છે. જેથી આવી તકલીફને આપણે દુર કરી શકીએ. દાંત પડાવ્યા બાદ તેના બદલામાં બત્રીસી અથવા ચોકઠું પહેરવું, એ દર્દી માટે જરૂરી બને છે. જેથી જમવામાં, બોલવામાં કોઈ અડચણ ના આવે અને ચહેરાનો ઘાટઘુટ જળવાઈ રહે. દાંત પડાવ્યા બાદ દર્દીના મોંઢા ઉપર કરચલી પડી જાય છે. આનું કારણ એ છે કે દાંત, હોઠ તથા ગાલની માંસપેશીઓને ટેકો આપી સુડોળ બનાવે છે. દાંત પડી જવાથી એ ટેકો જતો રહે છે, એટલે આવી તકલીફ ઉભી થાય છે, જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે. દાંત પડાવ્યા બાદ દર્દીને શબ્દોચ્ચારમાં તકલીફ પડે જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે. ઘણી વખત દાંત પડાવ્યા બાદ લોહીમાં હિમોગ્લોબીન ઓછું થવાની એટલે કે નબળાઈ આવવાની ફરિયાદ રહે છે, જેવું મુખ્ય કારણ જમવાની તકલીફ છે, આનો ઈલાજ ચોકઠું છે, જેથી દર્દીને વ્યવસ્થિત રીતે જમી શકે અને આમ કરવાની તેનો માનસિક તનાવ પણ દુર કરી શકાય છે.

સામાન્ય રીતે ચોકઠું બધા દાંત પડાવ્યા બાદ દોઢથી બે મહિના પછી બનાવી શકાય. હવે તો દાંત પડાવ્યા બાદ ઈમીજીયેટ ડેન્ચરની સુવિધા પણ ઉપલબ્ધ છે.

why denture is so important in gujarati language article

ચોકઠું બનાવ્યા બાદ થોડી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે,
(૧) શરૂઆતના નવા ચોકઠાથી ખાવું નહિ, એક વખત ફાવી જાય અને કોઈપણ જાતની મોઢામાં તકલીફ ન હોય અને બત્રીસી મોઢામાં તેનું ઘર કરી લે ત્યાર પછી જમતી વખતે વાપરવાની શરૂઆત કરવી જેથી મોઢામાં ચાંદા ના પડે.
(૨) ચોકઠું ફાવી જાય પછી શરૂઆતમાં નરમ-પોચી વસ્તુનો ખોરાક લેવો. કઠણ અને ચીકણી વસ્તુ ખાવી નહિ.
(૩) ચોકઠું નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે કારણ કે ગંદા ચોકઠાથી દેખાવ ખરાબ લાગે અને મોઢાંના રોગો થવાની  સંભવના રહે. હમેશા જમ્યા બાદ ચોકઠું સાફ કરવું, મોઢું સાફ કરવું. ચોકઠાં સાફ કરવાનો પાવડર તમારા દાંતના ડોક્ટરની સલાહ લઇ વાપરવું.
(૪) ચોકઠું ઢીલું રહેતું હોય તો ચોકઠું ફીટ કરવાનો પાવડર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધબેસતું રહી શકે છે.
(૫) ચોકઠું તૂટે તો ઘરગથ્થુ ઉપચાર ન કરતા, તૂટેલા ભાગો સાથે રીપેર કરાવવા આપના ડોક્ટરને મળો.
(૬)શરૂઆતમાં ચોકઠું મોઢાંમાં મુક્તા વધારે લાળ આવશે, જે સમય જતા સામાન્ય થઇ જશે.
(૭) ચોક્ઠાને સુકું થવા દેશો નહિ. મોઢાની બહાર હોય ત્યારે ચોક્ઠાને પાણીમાં ડુબાડી રાખશો.
(૮) ચોકઠું સાફ કરતી વખતે તેને વ્યવસ્થિત પકડવું જેથી તે પડી જાય નહિ અને તૂટે નહિ.
(૧૦) નવા ચોકઠાથી મોઢામાં લાગતું હોય, ખુંચતું હોય કે ચાંદા પડે તો તમારા ડોક્ટરને બતાવો.
(૧૧) ચોકઠાથી ખાતા શીખવું સમય લે છે. કુદરતી દાંત કરતા ચોકઠાથી ચાવવું કયારેય સરળ હોતું નથી.
(૧૨) ચોકઠું કાયમી નથી. હાડકા તેમજ મોઢામાં સતત ફેરફાર થતો હોય છે, તેથી પાંચ-સાત વર્ષે નવા માપનું ચોકઠું બનાવવુ જરૂરી છે.





આ પણ વાંચો, તમને જરૂર ગમશે.


http://www.drkatarmal.com/2015/01/wisdom-tooth.htmlhttp://www.drkatarmal.com/2015/01/article-on-dental-care-by-jamnagar.htmlhttp://www.drkatarmal.com/2014/11/bleeding-gums-care-gujarati-article.htmlhttp://www.drkatarmal.com/2017/04/milk-teeth-care-gujarati-article-jamnagar.htmlhttp://www.drkatarmal.com/2014/11/gujarati-article-jamnagar-dentist-sensitive-teeth.html

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

You may like these posts: