ગર્ભાવસ્થા (પ્રેગનન્સી) દરમિયાન દાંતની સંભાળ – જરૂરી માર્ગદર્શિકા


 

ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સંભાળ

ગર્ભાવસ્થા દરેક સ્ત્રીના જીવનનો સુંદર અને મહત્વપૂર્ણ સમય છે - પરંતુ તે તમારા શરીરમાં ઘણા ફેરફારો પણ લાવે છે, જેમાં તમારા મૌખિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. હોર્મોન(અંત:સ્ત્રાવ) લેવલમાં થતી વધઘટ તમારા પેઢા અને દાંતની સમસ્યાઓને વધુ સંવેદનશીલ બનાવી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય દાંતની સંભાળ રાખવી માત્ર સલામત જ નથી - તે માતા અને બાળક બંને માટે જરૂરી છે. ઘણા માતા-પિતા માને છે કે “ગર્ભાવસ્થા દરમિયાન દાંતનો ઈલાજ કરાવવો નહીં”, પરંતુ આ એક ગેરમાન્યતા છે.

 

વિષયસૂચિ

ગર્ભાવસ્થામાં દાંતની કાળજી શા માટે ખાસ મહત્વની છે?


ગર્ભાવસ્થા દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું લેવલ વધે છે, જેના કારણે:

  • પેઢાં વધારે પડતાં નરમ અને સંવેદનશીલ બને છે
  • પેઢામાં સહેલાઈથી સોજા આવી જાય છે અને તેને કારણે સહેલાઈથી રક્તસ્ત્રાવ થાય છે
  • પ્લાક વધુ ઝડપથી જમા થાય છે
  • પહેલાથી જો દાંતની સમસ્યાઓ હોય તો તે આ સમય દરમિયાન વકરી શકે છે.
  • વિજ્ઞાન મુજબ, પેઢાંના ગંભીર ઇન્ફેક્શનની જો સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો અધૂરા માસે પ્રસૂતિ(Premature delivery) અથવા જન્મ સમયે ઓછા વજનના બાળક (low birth weight)નું જોખમ વધી જાય છે.



ગર્ભાવસ્થા દરમિયાન થતી સામાન્ય દાંતની સમસ્યાઓ


પ્રેગ્નન્સી જિન્જિવાઇટિસ (Pregnancy Gingivitis) – પેઢાનો સોજો

પ્રેગ્નન્સી જિન્જિવાઇટિસ


લક્ષણો:

આ સમસ્યા ખાસ કરીને બીજા ત્રિમાસિક(Second Trimester)માં શરૂ થાય છે, જો સમયસર સારવાર ન થાય તો પેઢાનો રોગ પાયોરીયામાં પરિવર્તિત થાય છે.


પ્રેગ્નન્સી ટ્યુમર (Pregnancy Tumor / Pyogenic Granuloma)


પ્રેગ્નન્સી ટ્યુમર



લક્ષણો:

  • પેઢાં પર નાની લાલ ગાંઠ થાય છે.
  • તેને સહેજ અડવાથી પણ સહેલાઈથી લોહી નીકળી આવે છે.
  • મોટે ભાગે પ્રસૂતિ પછી આપોઆપ આ ગાંઠ જતી રહે છે. પરંતુ જરૂરી હોય તો ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ.
ચિંતા કરશો નહીં કેમ કે આ કૅન્સર નથી.

 

દાંતનો સડો (Dental caries /Cavities)


દાંતનો સડો


  • વારંવાર એસીડીક જઠરરસની ઊલટી થવાથી દાંતનું એનેમલ નબળું પડે છે.જેણે કારણે દાંતમાં સડો થવાની શક્યતા વધે છે, તે ઉપરાંત દાંતમાં સંવેદનશીલતા પણ વધે છે,
  • વારંવાર ખાવાની આદતથી પ્લાક વધે છે, જે દાંતમાં સડો થવાની શક્યતાને વધારે છે.




શું ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સારવાર કરાવવી સુરક્ષિત છે?


ઘણી સ્ત્રીઓને મૂંઝવણ હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સારવાર કરાવવી કે નહીં.

  • જો ગર્ભાવસ્થા જોખમી ના હોય તો મોટા ભાગની દાંતની સારવાર સુરક્ષિત છે. ગર્ભાવસ્થા કેટલી જોખમી છે તે તમારા પ્રસૂતિ વિશેષજ્ઞ જણાવી શકે છે.
  • દાંતની સારવાર કરાવવાનો યોગ્ય અને સુરક્ષિત સમય ૪ થી ૬ મહિના (બીજો ત્રિમાસિક) second trimester છે.
  • ઈમર્જન્સી સારવાર કોઈપણ સમયે કરી શકાય છે.
  • ડિજિટલ ડેન્ટલ એક્સ-રે (RVG) (આ લીંક અંગ્રેજી ભાષામાં છે) સુરક્ષિત છે. તેમ છતાં  ગર્ભાવસ્થા દરમિયાન વિશેષ કાળજીના ભાગરૂપે લેડ એપ્રોનનો ઉપયોગ કરી શકાય. બિનજરૂરી એક્સ-રે લેવાનું ટાળવું જોઈએ.
  • તમારા પ્રસૂતિ વિશેષજ્ઞ સાથે સંકલન કરીને સુરક્ષિત દવાઓ આપી શકાય છે.




ગર્ભવતી સ્ત્રીઓ માટે દાંતની દૈનિક સંભાળ






માતાના મોઢાના આરોગ્યનો બાળક પર પ્રભાવ


  • પેઢાંના ઇન્ફેક્શનના બેક્ટેરિયા લોહી મારફતે ગર્ભ સુધી પહોંચી શકે છે.
  • સારી મોઢાની સંભાળથી, સમય પહેલાં ડિલિવરીનું જોખમ ઘટે છે, બાળકનો વિકાસ તંદુરસ્ત રીતે થાય છે. પ્રસૂતિ પછી દાંતની સમસ્યાઓ ઓછા પ્રમાણમાં થાય છે.




ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સારવાર સંબંધિત કેટલીક ગેરમાન્યતાઓ


ગેરમાન્યતા: ગર્ભાવસ્થા દરમિયાન દાંતનો ઈલાજ ન કરાવવો.

સાચું: નિયમિત ઈલાજ જરૂરી છે. રૂટ કેનાલ, ફિલિંગ, સ્કેલિંગ જરૂર પડે ત્યારે કરી શકાય છે.



ગેરમાન્યતા: એક્સ-રે બાળકને નુકસાન કરે છે.


સાચું: લેડ એપ્રોન (લીંક અંગ્રેજી ભાષામાં છે) ની સુરક્ષા સાથે સુરક્ષિત છે.



ગેરમાન્યતા: બાળક માતાના દાંતમાંથી કૅલ્શિયમ લઈ લે છે.


સાચું: આવું થતું નથી.



ગેરમાન્યતા: દરેક સુવાવડ એક દાંતનો ભોગ લે છે.


સાચું: આવું કઈ હોતું નથી.





ગર્ભાવસ્થા દરમિયાન ખરેખર કયા પ્રકારની દાંતની સારવાર ટાળવી જોઈએ?


ગર્ભાવસ્થા દરમિયાન, તાત્કાલિક કરવી જ પડે એ સિવાયની વૈકલ્પિક, બિન-આવશ્યક દાંતની સારવાર જેવી કે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ, ઘણા બધા ફીલીંગ, ફૂલ માઉથ રીહેબિલિટેશન તેમજ કેટલીક કોસ્મેટિક ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ કે ટીથ વ્હાઇટનિંગ (દાંત સફેદ કરવાની સારવાર), વિનિયર, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જેવી સારવારને પ્રસૂતિ સુધી મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવે છે.




ગર્ભાવસ્થા દરમિયાન દાંતની સારવાર માટે કયા કારણોસર લાંબી અપોઇન્ટમેન્ટ ટાળવી જોઈએ?


ખાસ કરીને ત્રીજા ત્રિમાસિક ગાળામાં - શારીરિક તાણ, જેમ કે પીઠનો દુખાવો અને લાંબા સમય સુધી બેસવાથી અથવા સીધા સૂવાના કારણોથી લોહીનું પરિભ્રમણ ઓછું થવાને કારણે (સુપાઇન હાયપોટેન્સિવ સિન્ડ્રોમ) થાય છે. તે માતા માટે થાક, તણાવમાં વધારો અને અસ્વસ્થતાનું કારણ પણ બની શકે છે. મોટા પેટને કારણે એક જ સ્થિતિમાં લાંબો સમય સૂવું અગવડતાનું કારણ છે.




ગર્ભાવસ્થા દરમિયાન ક્યારે તરત દાંતના ડૉક્ટર (ડેન્ટિસ્ટ) ને મળવું જોઈએ?


ડેન્ટિસ્ટને તમારી ગર્ભાવસ્થાની માહિતી અગાઉથી જરૂર આપો.



યાદ રાખો: ગર્ભાવસ્થા દરમિયાન દાંતની યોગ્ય સંભાળ રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સામાન્ય તબીબી ચકાસણી.


દાંતની યોગ્ય સંભાળનો સરવાળો એટલે – તંદુરસ્ત પેઢાં, મજબૂત દાંત, સુરક્ષિત પ્રેગનન્સી અને તંદુરસ્ત બાળક.
 

સ્વસ્થ માતા એટલે સ્વસ્થ બાળક.



દાંતની કોઈપણ સમસ્યા અવગણશો નહીં — સમયસર સારવાર જ શ્રેષ્ઠ ઉપાય છે.


 


દાંતની સારવાર માટે સગર્ભા બહેનો માટે જામનગર ખાતે અમારી ખાસ કાળજી


ડૉ. ભરત કટારમલ ડેન્ટલ ક્લિનિક, જામનગર ખાતે ગર્ભવતી સ્ત્રીઓ માટે સુરક્ષિત અને આધુનિક ડેન્ટલ સારવાર ઉપલબ્ધ છે.

અમે:
  • ગર્ભવતી માતાઓ માટે કસ્ટમાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાન બનાવીએ છીએ
  • ઇન્ફેક્શન કંટ્રોલના ઉચ્ચ ધોરણો જાળવીએ છીએ
  • આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરીએ છીએ
  • લેડ એપ્રોન તેમજ ડિજિટલ ડેન્ટલ એક્સ-રે(RVG)ની સુવિધા ઉપલબ્ધ છે.
  • પ્રિવેન્ટિવ ડેન્ટલ કાઉન્સેલિંગ આપીએ છીએ



આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો.

સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ડેન્ટલ સારવાર માટે મુલાકાત લો.




You may like these posts: