ટૂથબ્રશની પસંદગી
- તાંતણાના પ્રકારના આધારે
ટૂથબ્રશની પસંદગી
- ટૂથબ્રશનું હેડ (Head Size) કદને આધારે
ટૂથબ્રશની પસંદગી
- Manual વિરુદ્ધ Electric
ટૂથબ્રશ
ટૂથબ્રશની પસંદગી
- હેન્ડલ અને ગ્રિપ (હાથો અને પકડ)ના આધારે
ટૂથબ્રશની પસંદગી
- ખાસ પરિસ્થિતિને અનુરૂપ - ખાસ ટૂથબ્રશ
ટૂથબ્રશ ક્યારે બદલવું જોઈએ?
તમારા મોઢાની તેમજ દાંતની એકંદરે સંપૂર્ણ તંદુરસ્તી માટે યોગ્ય બ્રશની પસંદગી એ ખુબ જરૂરી છે. આમ તો મોઢું તેમજ દાંત સાફ કરવા માટે ઘણી બધી વસ્તુઓ અને સાધનો ઉપલબ્ધ છે પણ ટૂથબ્રશ એ દાંત સાફ કરવા માટે સૌથી વધારે મહત્વનું સાધન છે. યોગ્ય ટૂથબ્રશની પસંદગી કરવા માટે કેટલાક માપદંડોને ચોક્કસપણે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી તેનો નુકસાન કર્યા વગર મહત્તમ ફાયદો મળે. ટૂથબ્રશની ખોટી પસંદગીથી દાંતનું એનેમલ ઘસાય છે તેમજ સતત પેઢાં છોલાવાથી ગમ રિસેશન જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે.
તમે જાણો છો કે આજે અલગ અલગ પ્રકારના કલર, સાઈઝ, આકાર અને કંપનીના બ્રશથી બઝાર ઉભરાઈ રહ્યું છે. કેટલીક ટૂથબ્રશ કંપનીઓ એવો દાવો કરે છે કે અમારા બ્રશથી મોઢામાં વધારે તાજગી અનુભવશો, દાંતની ઊંડી સફાઈ કરે છે, અથવા તો દાંતને વધારે ઉજળા કરે છે. આને કારણે ટૂથબ્રશની પસંદગીનું કામ પડકારજનક બની જાય છે.
તો ચાલો, ટૂથબ્રશની પસંદગીને સરળ કરીએ, તેના માટેના કેટલાક પાયાના માપદંડોની ચર્ચા
કરીએ.
ટૂથબ્રશની પસંદગી - તાંતણાના પ્રકારના આધારે
Soft (નરમ) તાંતણા – સૌથી યોગ્ય
- દાંત માટે સૌથી સલામત છે
- એનેમલને નુકસાન નથી કરતું
- પ્લાકને સારી રીતે સાફ કરે છે
મોટાભાગના દંત ચિકિત્સકો નરમ તાંતણાવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
Medium (થોડુંક કડક) તાંતણા
- સ્વસ્થ પેઢાં ધરાવતા લોકો માટે ઠીક છે.
- વધારે જોરથી બ્રશ કરવાથી નુકસાન થઈ શકે છે.
Hard (એકદમ કડક) તાંતણા - ટાળવા જેવો
- પેઢાં છોલાઈ જવાથી ગમ રિસેશનની સમસ્યા થઈ શકે છે.
- એનેમલ ને વધારે ઘસારો લાગે છે
- નિયમિત ઉપયોગ કરવા માટે બિલકુલ યોગ્ય નથી
ટૂથબ્રશની પસંદગી - ટૂથબ્રશનું હેડ (Head Size) કદને આધારે
ટૂથબ્રશના હેડની સાઇઝ એટલી જ હોવી જોઈએ જેથી તે
- મોઢામાં છેક પાછળના દાંત સુધી સરળતાથી પહોંચી શકે
- મોઢામાં આરામથી ફિટ થાય
- તેના પર નિયંત્રણ સરળ રહે
પુખ્તવયના લોકો
માટે: નાનું અથવા મીડિયમ હેડ
બાળકો માટે: ઉંમર પ્રમાણે નાનું હેડ
નાનું હેડવાળું
બ્રશ વધુ પડતાં મોટા હેડવાળા બ્રશ કરતાં વધુ અસરકારક રીતે સાફ સફાઈ આપે છે.
ટૂથબ્રશની પસંદગી - Manual વિરુદ્ધ Electric ટૂથબ્રશ એટલે કે હસ્તચાલિત વિરુદ્ધ વીજસંચાલિત (પાવર ટુથબ્રશ)
Manual ટૂથબ્રશ
- સસ્તું હોય છે
- તેનો સરળ ઉપયોગ છે
- યોગ્ય ટેકનિકથી ખૂબ અસરકારક છે
Electric ટૂથબ્રશ (પાવર ટુથબ્રશ)
- પ્લાકને વધુ અસરકારક રીતે દૂર કરે છે
- બાળકો અને વૃદ્ધો માટે ઉપયોગ કરવું સરળ છે
- બ્રેસિસ ધરાવતા દર્દીઓ માટે ઉત્તમ છે
યાદ રાખો:
ટૂથબ્રશ કરતાં બ્રશ કરવાની ટેકનિક વધુ મહત્વની છે.
ટૂથબ્રશની પસંદગી - હેન્ડલ અને ગ્રિપ (હાથો અને પકડ)ના આધારે
ટુથબ્રશ એવું હોવું જોઈએ જે
- હાથમાં આરામદાયક પકડ આપે
- સ્લિપ ન થતું હોય
- જેના પર સારું નિયંત્રણ રહે
સારી પકડ
બ્રશિંગને અસરકારક બનાવે છે.
ટૂથબ્રશની પસંદગી - ખાસ પરિસ્થિતિને અનુરૂપ - ખાસ ટૂથબ્રશ
કેટલીક પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારનું ટુથબ્રશ વાપરવું જોઈએ જેમ કે
બ્રેસિસ (ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ) માટે શ્રેષ્ઠ ટૂથબ્રશ: Orthodontic બ્રશ
બ્રેસિસ અને અન્ય ઓર્થોડોન્ટિક એપ્લાયન્સના કારણે દાંતની દરેક સપાટી સારી રીતે સાફ કરવી થોડી મુશ્કેલ હોય છે.
વિશેષ Orthodontic બ્રશના હેડને બ્રેકેટ્સ અને વાયરની આસપાસ સરળતાથી ફેરવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે, જેથી તે તંગ જગ્યાઓ સુધી પહોંચી વધુ અસરકારક રીતે સફાઈ કરી શકાય. બ્રેસિસ માટે યોગ્ય ટૂથબ્રશનો ઉપયોગ, પ્લાક અને ખોરાકના કણોને અસરકારક રીતે દૂર કરે છે અને ઓર્થોડોન્ટિક સારવાર દરમિયાન દાંત અને પેઢાનું તંદુરસ્તીને સારી રીતે જાળવવામાં મદદ કરે છે.
સંવેદનશીલ (sensitive) દાંત માટે શ્રેષ્ઠ ટૂથબ્રશ: Extra Soft બ્રિસ્ટલ (વધારે નરમ તાંતણા)
શું તમને ઠંડું
ખાતા અથવા ગરમ પીણું પીતા સમયે દાંતમાં ઝણઝણાટી, કળતર અથવા દાંત અંબાઈ જાય છે? દાંતની સેન્સિટિવિટી સામાન્ય સમસ્યા છે,
પરંતુ યોગ્ય કાળજીથી તેને
નિયંત્રિત કરી શકાય છે.
સેન્સિટિવિટી ઘણીવાર જાય દાંત અને પેઢાં જાય ભેગા થાય છે, તે પેઢાની લાઇન પરથી શરૂ થાય છે, તેથી આ વિસ્તારને સ્વચ્છ રાખવું જરૂરી છે. નરમ રેશાવાળો (Soft-bristled) ટૂથબ્રશ ઉપયોગ કરો, જેથી અસરકારક રીતે સફાઈ થાય. જો તમે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ વાપરો છો, તો “Sensitive Mode” પસંદ કરો, જેથી કોઈ તકલીફ અનુભવ્યાં વિના સારી રીતે સફાઈ થઈ શકે.
પ્લાક દૂર કરવા માટે શ્રેષ્ઠ ટૂથબ્રશ:
દાંત પર જમેલો પ્લાક યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો તે પેઢાનો રોગ (પાયોરિયા), દાંતનો સડો (કેવિટીઝ) જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ક્લિનિકલ રીતે સાબિત થયેલ છે કે તે મેન્યુઅલ બ્રશ કરતાં વધુ સારી રીતે પ્લાક દૂર કરે છે. તેમાં એવી ટેકનોલોજી હોય છે જે પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે, દાંતના મુશ્કેલ વિસ્તારો સુધી પહોંચી શકે છે અને વધુ સપાટીને અસરકારક રીતે સાફ કરી શકે છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ પેઢાની સમસ્યા થવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે અને વધુ સ્વસ્થ સ્મિત જાળવવામાં સહાય કરે છે.
બાળકો માટે શ્રેષ્ઠ ટૂથબ્રશ:
સારા મૌખિક
સ્વાસ્થ્યની ટેવો બાળપણથી જ શરૂ થાય છે, જ્યારે બાળકો પોતાની બ્રશિંગ રૂટિનમાં રસ લે છે ત્યારે આ ટેવ વધુ મજબૂત બને
છે. બાળકોના દુધિયા દાંતની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.
રંગીન અથવા
મનપસંદ કાર્ટૂન પાત્રો ધરાવતા ટૂથબ્રશ બ્રશિંગને વધુ આનંદદાયક બનાવે છે અને
નિયમિતતા વધારવામાં મદદ કરે છે. ત્રણ વર્ષની ઉંમર પછી ઇલેક્ટ્રિક ટૂથબ્રશ શરૂ
કરવાની વિચારણા કરી શકાય છે, જેથી બ્રશિંગ વધુ
અસરકારક અને રસપ્રદ બને. મજા ભરેલી સ્માર્ટફોન એપ સાથે તેનો ઉપયોગ કરવાથી બાળકો
યોગ્ય બ્રશિંગ ટેકનિક શીખી શકે છે અને રોજિંદી બ્રશિંગને ઉત્સાહપૂર્ણ રાખી શકે છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ: નરમ બ્રશ
ટૂથબ્રશ ક્યારે બદલવું જોઈએ?
- દર 3 મહિને ટુથબ્રશ બદલવું જોઈએ
- જો ટૂથબ્રશના તાંતણા પીખાંઈ જાય તો તરત બદલો
- મોટી બિમારી બાદ ટુથબ્રશ બદલો
ઘસાઈ ગયેલું
જૂનું ટૂથબ્રશ યોગ્ય રીતે દાંત સાફ કરતાં નથી.
ટૂંકમાં જોઈએ તો,
ટૂથબ્રશની ખરીદી કરતાં
પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
- Soft બ્રિસ્ટલ (નરમ તાંતણા)
- નાનું હેડ
- સારી પકડ
- દર ૩ મહિને બદલો
યોગ્ય ટૂથબ્રશ તમારા દાંત અને પેઢાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.
દાંત પર જોરથી નહીં, સમજદારીથી બ્રશ કરો.
દાંતની સારી સફાઈ માટે સારું બ્રશ હોવું મહત્વનું છે અને તેનાથી પણ વધારે મહત્વનું છે, બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક ટેકનીક.




