પીળા દાંત ને સફેદ કરવાની સારવાર વિષે



જેમ ચામડી તેમજ વાળનો રંગ દરેકનો અલગ હોય છે તેવી જ રીતે દાંતનો રંગ પણ અલગ અલગ હોય છે. કોઈના દાંત થોડાક પીળાશપડતા હોય છે, તો કોઈના વધારે પીળા હોય છે. માત્ર થોડાક માણસોના દાંત જ એકદમ સફેદ, આકર્ષક હોય છે. ચામડી ગોરી હોય કે કાળી પણ દાંત તો સફેદ જ હોવા જોઈએ એવા આગ્રહ દુનિયાભરમાં રખાય છે. પીળા દાંતને અસ્વચ્છતાની નિશાની માનવામાં આવે છે અને ગંદા, પીળા દાંતને કારણે વ્યક્તિત્વના નીખારમાં ઉણપ રહી જાય છે.

jamnagar teeth whitening


હવે આપણે એ જાણશું કે દાંત ક્યાં કારણોસર પીળા હોય છે. દાંતની પીળાશ બે પ્રકારની હોય છે. એક, દાંતની સપાટી પર ચોટેલા ડાધા, છારી કે પ્લાકથી આ પ્રકારની પીળાશ નિયમિત રીતે દાંતની સફાઈ ન કરવાથી, તમાકુ કે ધુમ્રપાનથી કે ચા –કોફી જેવા પીણાથી થાય છે. આ પ્રકારની પીળાશ ખાસ કરીને બે દાંતની વચ્ચે, પેઢા પાસે તેમજ નીચેના આગળના દાંતની પાછળની સપાટીએ વધારે થાય છે. બીજા પ્રકારની પીળાશ દાંતના ખામી યુક્ત બંધારણને કારણે હોય છે, જે કુદરતી હોય છે. મોટાભાગના કિસ્સામાં દાંતની પીળાશના અન્ય કારણો જેમકે ગર્ભાવસ્થા દરમિયાન કે બાળકની નાની ઉમરમાં (બાર વર્ષ થી નીચે) દરમિયાન ટ્રેટાસાયક્લીન એન્ટીબાયોટીકનો વધારે ઉપયોગથી તેની આડઅસરના કારણે દાંતનું બંધારણ ખામીયુક્ત રહે છે. અને કાયમ માટે પીળા રહે છે. નાની ઉંમરમાં વધારે ફ્લોરાઈડયુકત પાણીના ઉપયોગથી પણ દાંતનું બંધારણ પીળું રહે છે.

પ્રથમ પ્રકારની દાંતથી પીળાશ જે દાંતની બહારની સપાટી ઉપર ડાધા, છરી કે પ્લાકને કારણે થાય છે જે ખુબ સરળતાથી સ્કેલીગથી (દાંત સાફ કરાવવાથી) દુર કરી શકાય છે. બીજા પ્રકારની પીળાશમાં દાંતનું બંધારણ જ પીળાશ પડતું હોય તો દાંત સાફ કરાવવાથી કોઈ ફાયદો થતો નથી. આ પ્રકારની પીળાશ બ્લીચીંગ (દાંત સફેદ કરવાનીસારવાર) થી દુર કરી શકાય છે. આ સારવારમાં કેમિકલથી દાંતની પીળાશ દુર કરવામાં આવે છે. આ સારવાર સરળ છતાં ખુબજ અસરકારક છે. જેમાં દાંતના કલરને આછો કરવામાં આવે છે. આ સારવારમાં દાંતના કોઇપણ બંધારણને દુર કરવામાં આવતું નથી.
દાંત ધસાઈ જવાને કારણે કે પાયોરિયાને કારણે દાંતના મુળિયા ખુલ્લા થઇ ગયેલા હોય અથવા તો દાંત ખુબ જ સંવેદનશીલ હોય તો આ સારવાર કરાવવી હિતાવહ નથી.


પીકચર  પર ક્લિક કરો અને જુઓ પીળા દાંત સફેદ કરવાની સારવારના  કેટલાક કેસ 















You may like these posts: