શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?


બાળકની કઈ ઉમરથી દાંત સાફ કરવાનું શરૂ કરવું જોઈએ?

બાળકો મોટા થઇ ગયા હોય તેમ છતાં દાંતને બ્રશ ન કરતા હોય તો શું કરવું?



child not intrested in brushing


બાળકને ગમતું હોય છે હમેશા આનંદદાયક કામ કે રમત. એકનું એક રમકડું કે એકની એક રમત પણ એને કાયમ નથી ગમતી તો, સવાર સવારમાં, અડધી ઊંઘમાં અને એય પાછું સ્કુલે જવાનું મોડું થતું હોય ત્યારે દાંતને સાફ કરવાનું કંટાળાજનક કામ કેમ ગમે? અને એમાં પણ સાવ નાના ટેણીયા ( મહિનાથી ૩ વર્ષઓના દાંત સાફ કરવામાં સારા સારા માબાપને હતાશા આવી જાય છે. સાચી વાતને?



ચાલો કેટલીક ટ્રિક બતાવું, તમારો લાડલો કે લાડલી રમતારમતા બ્રશ કરતા થઇ જાય.
એની પહેલા કેટલીક કંટાળાજનક માહિતી જાણવી રહી.

પુખ્તવયના માણસો કરતા બાળકોમાં દાંત સડવાનું પ્રમાણ ખુબ વધારે અને ઝડપી હોય છે..કારણોમાં ચોકલેટ, ગોળ જેવી મીઠી ચીકણી વસ્તુઓ ખાવાનું વધારે પ્રમાણ, રેસાવાળો ખોરાક ખોરાક લેવો, બ્રશ કરવું અથવા બરાબર ના કરવું, વગેરે. તેથી, બાળકમાં વ્યવસ્થિત બ્રશ કરવાની ટેવ શક્ય હોય તેટલી વહેલી પડે ખુબ જરૂરી છે. જેથી બાળક પોતાના દાંતની તંદુરસ્તી જિંદગીભર જાળવી શકે.


બાળકની કઈ ઉમરથી દાંત સાફ કરવાનું શરૂ કરવું જોઈએ?

બાળકને સહુથી પહેલો દાંત ઊગે ત્યારથી તેના દાંત સાફ કરવા જોઈએ. સામાન્ય રીતે પહેલો દાંત મહિનાની ઉમરે આવતો હોય છે. શરૂઆતમાં સ્વચ્છ કપડા કે કોટન વડે દાંત સાફ કરી શકાય. બજારમાં ફિંગરબ્રશ મળે છે, જે ખુબ સારું કામ આપે છે.

બાળકો મોટા થઇ ગયા હોય તેમ છતાં દાંતને બ્રશ ન કરતા હોય તો શું કરવું?

બ્રશ કરવું કંટાળાજનક કામ છે, બરાબર? કામને આનંદદાયક બનાવીએ તો? કઈ રીતે?       


બાળકને ઊંઘમાંથી ઉઠાડીને સીધું બ્રશ કરવાનું કહો. “ચાલ મજા કરીએ”.  એમ કહીને બ્રશ કરવાને આનંદદાયક બનાવો. ગીતો ગાવ. ખુબ શોરગુલ કરો. એવું કરો જેથી બાળકને એમ લાગવું જોઈએ કે   હા!!  આમાં તો મજા આવે એવું છે. હું બ્રશ નહિ કરું તો, મજા ગુમાવીશ. બાળક પથારીમાંથી બહાર આવતું હોઉં તો ફૂલફેમીલી સાથે બાથરૂમમાં સામુહિક બ્રશ કરો. ખુબ અવાજ  કરો, ગીતો ગાવ, જાણે બ્રશ કરવામાં જબરજસ્ત મજા આવતી હોય.

જે કામ કરવું પડે એમ હોય, મજા આવે કે આવે, નહિ કરો તો  શું નુકશાન થશે તે ખબર હોય, તો આજ કામને આનંદથી કેમ કરવું. આનંદથી કામ કરવાના ઘણા ફાયદા છે. કામ વધારે સારું થશે, બાળકો સાથે કવોલીટીટાઈમ પાસ થશે. જિંદગીમાં મોટી મજાઓ કરતા નાની નાની મજાઓનો અનેરો આનંદ હોય છે. બાળકોમાં તંદુરસ્તી પ્રત્યે સારી ટેવો કેળવાશે, જે જીંદગીભર તેના ફાયદારૂપ રહેશે.

માફ કરજો, વાત ફિલોસોફી પર ચડી ગઈ, ચલો મૂળ વાત પર હવે.
નિરાંતના સમયમાં બાળકને દાંતની વાર્તા કરો. વાર્તા કરતી વખતે બાળકની ઉમરને ધ્યાનમાં રાખવી.

એક સરળ નમુનો
જો બેટા, આપણ જે જમીએ, પછી દાંત સાથે ચોટી જાય, પછી મોઢામાં રહેલા કીટાણુઓ બધું ખાવા દાંત પર ચોટે, પછી દાંતને પણ ખાવાનું શરૂ કરી દે. વાર્તાનો સાર, એટલે જમ્યા પછી દાંતને સાફ કરીને બધા કીટાણુઓને મોઢામાંથી બહાર કાઢી નાખવા જોઇએ. સ્વચ્છ દાંતનું મહત્વ સમજાવો. કીટાણુને બદલે જીવાણું કે જીવડા, નાના રાક્ષસ, વિલન જેવા શબ્દો વાપરી શકાય.

બાળકને તેના દાંત તેની જાતે સાફ કરવા દો. તો શીખશે. બાળકને સૂચનાઓ આપીને કંટાળો આપશો નહિ. તેની સાથે તમે પણ બ્રશ કરો, તેના મોટા ભાઈ-બહેન હોય તો તેને પણ સંગાથે લો. બાળકો સારા નકલખોર હોય છે, બીજાને જોઈને વધારે શીખે છે. બ્રશ ઉપર ખુબ ઓછી માત્રામાં ટુથપેસ્ટ લો. જેથી, તેને થુંકવામાં ફાવે. બાળક ટુથપેસ્ટ ગળી જાય તે ખાસ ધ્યાન રાખવું. થુંક્વાની તાલીમ પણ મજા આવતી હોય તેમ આપો. બાળક તેની જાતે બ્રશ કરી લે, પછી તેના તેના દાંત તમે જુઓ. હજી થોડાક કીટાણુ દાંતમાં છે, એમ કહી તેના દાંત તમે સાફ કરો. સરસ રીતે બ્રશ કરવા બદલ શાબાશી આપો, ઇનામ આપો. બીજા લોકો સામે તેના વખાણ કરો. ટુથબ્રશની  ખરીદી વખતે બાળકને સાથે રાખો. નાની સાઇઝના તેમજ સોફ્ટ બ્રશ લેવા. બાળકની કલર ચોઈસનું ધ્યાન રાખવુંહવે તો બજારમાં કાર્ટુન બ્રશ પણ મળે છે. શક્ય હોય તો ત્રણ-ચાર બ્રશ સાથે ખરીદો. બાળકને એમ લાગવું જોઈએ કે મારા માટે રમકડા ખરીદવામાં આવી રહ્યા છે. બ્રશ કરવાના સમયને રૂટીન બનાવો, દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. ઝુંબેશ ઓછામાં ઓછી પંદર દિવસ ચાલવી જોઈએ. થોડા દિવસોમા બ્રશ કરવાની ટેવ તેના માટે આનંદદાયક રમત બની જશે.





આ પણ વાંચો, તમને જરૂર ગમશે.

http://www.drkatarmal.com/2015/01/wisdom-tooth.htmlhttp://www.drkatarmal.com/2017/04/milk-teeth-care-gujarati-article-jamnagar.htmlhttp://www.drkatarmal.com/2014/11/bleeding-gums-care-gujarati-article.htmlhttp://www.drkatarmal.com/2014/11/dental-caries-in-gujarati-language-oral.htmlhttp://www.drkatarmal.com/2014/11/gujarati-article-jamnagar-dentist-sensitive-teeth.html

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.



You may like these posts: