કૃત્રિમ દાંત



ગુમાવેલા દાંત શા માટે ફરી બેસાડવા જોઈએ, તેનાથી શું ફાયદો થાય અને જો ન બેસાડીએ તો શું નુકશાન થાય, ફિક્ષ દાંતના વિવિધ પ્રકારો અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, તેના વિષે જાણીએ.

દાંતના સડા ને કારણે કે પાયોરિયાને કારણે ગુમાવેલા દાંત શા માટે ફરી બેસાડવા જોઈએ, તો તેના ઘણા કારણો છે. જેમ કે,
(૧) તમારો દેખાવ સુધરશે તે એક કારણ છે.
(૨) બીજું, દાંત નીકળી જવાને કારણે ત્યાં બરાબર ચાવી શકાતું નથી.
(૩) ખાલી જગ્યાના કારણે બાજુના દાંત ખાલી જગ્યા તરફ ઢળે છે. તેમજ સામે તરફનો દાંત વધારે ઉગી લાંબો થઈ જાય છે. તેને કારણે ખસેલા દાંત વચ્ચે નાની જગ્યાઓ પડે છે. તેમાં ખોરાક ફસાય છે અને લાંબા સમયે તેમાં પાયોરિયા તેમજ દાંતનો સડો થાય છે.




ગુમાવેલા દાંત બે રીતે ફરી બેસાડી શકાય છે. એક, નીકળી શકાય તેવું અમુક દાંતનું ચોકઠું અને બીજું, ફિક્સ દાંત, આમાંથી કઈ રીતના દાંત બેસાડી શકાય તેનો આધાર કેટલા દાંત નથી, મોઢામાં તે કઈ જગ્યાએ બેસાડવાના છે તેમજ બાકીના દાંતની સ્થિતિ, પણ નિર્ણય પર અસર કરે છે

નીકળી શકે તેવું અમુક દાંતના ફોલ્ડીંગ ચોકઠા ઘણા પ્રકારના હોય છે, જેમ કે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક તેમજ કાસ્ટ મેટલ અને ફ્લેક્ષિબલ રબર.

ફિક્સ દાંત બે રીતે લગાડી શકાય, બ્રિઝ અને ઈમ્પ્લાન્ટ. ફિક્સ દાંત કુદરતી દાંતની જેમ જ મોઢામાં રહે છે, તે ધણા જ આરામદાયક હોય છે. ફિક્સ દાંતને દર્દી પોતાની જાતે બહાર કાઢી શકાતા નથી. બ્રિઝ પધ્ધતિથી ફિક્સ દાંત બેસાડવા માટે ખાલી જગ્યાના આગળ અને પાછળના દાંત પર કેપ બેસાડવામાં આવે છે, જેને ખાસ દાંતની સિમેન્ટથી ચોટાડવામાં આવે છે. ફિકસ દાંત કુદરતી દાંતની જેમ જ પોતાનું કાર્ય કરે છે. જેમ કે ચાવવાનું તેમજ ચહેરાનો દેખાવ જાળવવાનું, આ પધ્ધતિથી દાંત બનાવવા માટે આજુબાજુના દાંત મજબુત હોવા જોઈએ અને તેને પુરતો હાડકાનો ટેકો હોવો જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી તપાસ પછી સલાહ આપી શકાય. બધા કેસમાં બ્રિઝ બેસાડવા શક્ય હોતું નથી.




ઈમ્પ્લાન્ટ, કૃત્રિમ દાંત બેસાડવા માટેની શ્રેષ્ઠ અને આદર્શ પદ્ધતિ છે. ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી દાંત બેસાડવા માટે જડબાના હાડકામાં ટાઇટેનીયમ સ્ક્રુ મુકવામાં આવે છે. ત્યારબાદ આ ઈમ્પ્લાન્ટ ઉપર દાંત લગાવવામાં આવે છે. આ સારવાર માટે જડબાના હાડકાની યોગ્ય જાડાઈ તેમજ ઊંડાઈ હોવી જરૂરી છે. આ બાબત તમારા દાંતની તબીબી તપાસ પછી સલાહ આપી શકાય. બધા કેસમાં ઈમ્પ્લાન્ટ બેસાડવા શક્ય હોતું નથી.

ફિક્સ દાંત ની સારવાર થોડી ખર્ચાળ છે. પણ તે ધણા વર્ષો સુધી ચાવવામાં ઉપયોગી રહે છે. તેમજ દેખાવ સુંદર રાખે છે. તમે તમારા કુદરતી  દાંતની સંભાળ લો છો, તેટલી જ ફિક્સ દાંતની સફાઈ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત બ્રશ કરવું જરૂરી છે.

You may like these posts: