આયુષ્માન કાર્ડમાં અથવા વીમા હેઠળ દાંતની સારવાર





શું આપ ઈચ્છો છો કે દાંતની સારવાર પણ આયુષમાન કાર્ડ અને વીમા હેઠળ થવી જોઈએ.

જો આપની હા, હોય તો આ ઝુંબેશ માટેની પીટીશન પર સહી કરશો. તમારી સહીથી તમે પોતાની તેમજ કરોડો ભારતીયોની મદદ કરી શકશો. જનહિતમાં તમારો સહકાર ખૂબ જ જરૂરી છે.

આ પીટીશન www.change.org પર કેવલ શાહ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ વેબસાઇટ જનહિતમાં લોકજાગૃતિ ઊભી કરવા અને સરકારોને તે પ્રમાણે નિર્ણયો લેવા માટે પ્રભાવિત કરે છે.



પીટીશનની વિગત:


તાજેતરના સંશોધનોથી સાબિત થયું છે કે માનવશરીરમાં થતાં પ્રચલિત ગંભીર રોગો જેવા કે ડાયાબિટીસ, સ્મૃતિભંગ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગો પર મોઢાનું સ્વાસ્થય કે જેમાં પેઢાં, દાંત, જીભ, જડબાના સાંધા અને લાળ પ્રબળ રીતે ભારે અસર કરે છે.



મૌખિક સ્વાસ્થ્ય અને એકંદર આરોગ્ય વચ્ચે સીધો સંબંધ છે, એવું ઓળખવામાં સંશોધકો સફળ થયા છે. આવા સંજોગોમાં સમાજમાં મૌખિક/દાંતના સ્વાસ્થ્ય પ્રત્યે પ્રવર્તતી ઉદાસીનતામાં બદલાવ આવવો જોઈએ. કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને વીમા કંપનીઓએ મેડિકલ અને ડેન્ટલ હેલ્થ બંનેને એક જ સરખું મહત્વ આપવું જોઈએ. આ પીટીશન તે તરફનું એક પગલું છે, અમે ઈચ્છીએ છીએ કે ડેન્ટલ સર્જન ઉપરાંત વધુને વધુ લોકો, આ પીટીશન પર સહી કરે અને સરકારને સંદેશ મોકલે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં ડેન્ટલ હેલ્થ અને ડેન્ટલ હેલ્થકેર ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવે અને વીમા કંપનીઓને ડેન્ટલ ઈન્શ્યોરન્સ કવરેજને મુખ્ય પ્રવાહમાં લાવવા દબાણ કરે. સમગ્ર ભારતમાં ઘણા દર્દીઓને દાંતની સારવાર પરવડતી નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને, જો આયુષ્માન ભારત ડિજિટલ મિશન અને અન્ય વીમા કંપનીઓ દાંતના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપે તો તે અનેક લોકોને ખૂબ મદદરૂપ થશે.







You may like these posts: