- જ્યાં સુધી એનેસ્થેસિયા અસર જતી ન રહે ત્યાં સુધી કંઈ પણ ખાવું કે ચાવવું નહિ. નહીં તો તમારા ગાલ, જીભ કે હોઠને દાંતથી ઇજા થવાની શક્યતા રહે છે.
- મોટા ભાગના કેસમાં સારવાર પછી કોઈ દુખાવો થતો નથી, કોઈ કેસમાં ઇન્ફેકશનનું પ્રમાણ વધારે હોય તો ટ્રીટમેન્ટ કરાવેલ દાંત કે આસપાસના વિસ્તારમાં થોડી પીડા કે સંવેદનશીલતા (સેન્સિટીવીટી) થઈ શકે છે, જે સામાન્ય છે અને ધીમે ધીમે ઘટતી જશે.
- દુખાવા માટેની દવા કે એન્ટિબાયોટિક્સ (જો આપવામાં આવી હોય) ડોક્ટરની સૂચના મુજબ સમયસર લેવી. થોડોક પણ દુખાવો હોય તો દવા લેવી બંધ ન કરો, ભલે પહેલા કરતાં તમને થોડી રાહત લાગી રહી હોય.
- પાછળની ચાવવાની દાઢ માટે, જ્યાં સુધી ફાઇનલ કૅપ (ક્રાઉન)ના મુકાય, ત્યાં સુધી, જે બાજુ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થઈ તે બાજુથી કડક ખોરાક ચાવવાનું ટાળવું, દાંત નબળો હોય તો તેમાં તિરાડ પડી શકે છે અથવા તૂટી શકે છે.
- હળવેથી બ્રશ કરવું કરવાનું ચાલુ રાખવું. ટ્ટ્રીટમેન્ટ કરેલા દાંતની આસપાસ થોડા દિવસ સુધી વધારે દબાણ ન કરવું.
- ક્યારેક રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી દાંત થોડોક ઊંચો લાગવા લાગે છે અથવા ચાવતી વખતે અસહજ લાગે છે. જો એવું લાગે કે એ દાંત પર વધારે દબાણ આવે છે, તો અમારો સંપર્ક કરો. તેના માટે થોડું એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે.
- જો તીવ્ર પીડા, સોજો, તાવ આવે કે કંઈ અસામાન્ય લાગે, તો તરત અમારો સંપર્ક કરો. અમે મદદ માટે હાજર છીએ.
- જો જરૂર હોય અને તેના માટે સલાહ આપવામાં આવી હોય તો ફાઇનલ ક્રાઉન (કેપ) મૂકાવવાનું ન ચૂકશો. સડાને કારણે, ખાસ કરીને પાછળની ચાવવાની દાઢ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી ધીમે ધીમે બરડ થાય છે. તે તૂટે નહીં, તેના માટે દાંત પર કેપ ખૂબ જરૂરી છે. કેપ કરાવવામાં વિલંબ ન કરવો.