દાંત કઢાવ્યાં
પછી શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી
રાખવી જોઈએ તેનું માર્ગદર્શન
- દાંત કઢાવ્યા પછી એક કલાક સુધી રોલ કરેલા ગોઝ પેકને દાંત કઢાવેલ જગ્યાએ રાખવું. જેથી લોહી નીકળતું બંધ થઈ જાય.
- દાંત કઢાવ્યા પછીના ૨૪ કલાક સુધી કોગળા કરશો નહીં કે થૂંકશો નહીં. જે કઈ થૂંક (લાળ) આવે તેને ગળી જવી, મોઢામાં એકઠી કરવી નહીં. બંધ થઈ ગયેલ લોહી, ફરી ચાલુ ન થાય તે માટે, આમ કરવું જરૂરી છે.
- દાંત કઢાવ્યા પછી જ્યાં સુધી એનેસ્થેસિયાની અસર હોય (લગભગ બે થી અઢી કલાક) ત્યાં સુધી કઈ પણ ખાવાનું ટાળવું. ત્યારબાદ નરમ કે પ્રવાહી ખોરાક લઈ શકો છો જેમ કે (દાળ ભાત, ખીચડી, સાદો ડ્રાયફ્રૂટ વગરનો આઈસ્ક્રીમ, કેળા).
- ૨૪ કલાક સુધી ગરમ કે કઠણ ખોરાક લેવાનું ટાળો.
- દાંત કઢાવ્યા પછી તમાકુના ઉત્પાદનો અથવા આલ્કોહોલનો ઉપયોગ કરશો નહીં.
- બે દિવસ સુધી પ્રવાહી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો નહીં. ગેસવાળી સોડા (કાર્બોનેટેડ કોલ્ડડ્રિંક) પીવાનું ટાળવું.
- ડૉક્ટરની સૂચના મુજબ નિયમિતપણે દવા લો.
- દાંત કઢાવ્યાના ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી ઝવતું હોય તો તે સામાન્ય છે, ચિંતાની કોઈ બાબત નથી, પરંતુ જો વધારે પડતું લોહી નીકળતું હોય તો ક્લિનિકનો જરૂરથી સંપર્ક કરવો
- બીજી કોઈ સમસ્યા જેમ કે ખૂબ જ દુ:ખાવો કે સોજો હોય, તો ક્લિનિકનો સંપર્ક કરવો.