- ૪૫ મિનિટ સુધી ખાવાનું ટાળો (તમે પ્રવાહી પી શકો છો). અથવા જો એનેસ્થેસિયા આપવામાં આવેલ હોય, તો એનેસ્થેસિયાની અસર ઉતરી જાય ત્યાં સુધી કઈ પણ ચાવવું પડે એવું ખાવાનું ટાળવું.
- મોઢામાં જીભને તેમજ ગાલને ૧-૨ દિવસ સુધી થોડું કઈક નવું નવું લાગશે. આ થોડો ફરક લાગે તે સામાન્ય છે. પરંતુ જો તમને લાગે કે જડબાની બીજી બાજુ કરતાં કેપવાળી બાજુ થોડી ઊંચી લાગે છે, તો અમને જણાવો. કેપ અથવા બ્રિજના સેટિંગમાં થોડોક ફેરફાર કરવાની જરૂર હોઇ શકે.
- ક્રાઉન અને બ્રિજનું ટકાઉપણું તેના માટે લેવામાં આવતી કાળજી પર આધાર રાખે છે - યોગ્ય સફાઈ જાળવો. કુદરતી દાંતની જેમ જ તેને સાફ કરો: દિવસમાં બે વાર બ્રશ કરો, યોગ્ય તકનીકનું પાલન કરો, નરમ બ્રશનો ઉપયોગ કરો અને દાંત વચ્ચે સાફ કરવા ફ્લોસ અથવા ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરો.