ફિલીંગ દ્રારા દાંતના સડાની સારવારફિલીંગ દ્રારા દાંતના સડાની સારવાર વિષે જાણતા પહેલા દાંતનો સડો શું છે? તે કેવી રીતે થાય છે તેને સમજવું જોઈએ. હવે દાંતમાં સડો થઈ ગયો હોય તો તેની કેવી રીતે સારવાર થાય તેના વિષે જાણીએ.

બેક્ટેરિયા દ્રારા ઉત્પન્ન થયેલ એસીડથી દાંતનું ખનીજ બંધારણ ઓગળી જવા દાંતમાં કાળો કે બ્રાઉન કલરનો દાંતનો સડો થાય છે. આ સડો તેના રોગના ક્યાં તબકકામાં છે એટલે કે કેટલો ઊંડો છે તે મુજબ તેની સારવાર થઇ શકે. જો દાંતનો સડો ઈનેમલ કે તેની નીચેનું પડ  ડેન્ટીન સુધી જ  પ્રસરેલો હોય તો, તેની સારવાર ફિલીંગ દ્રારા કરી શકાય છે.

આ તબક્કામાં દાંતનો દુખાવો થતો નથી, પણ જો આ સડો પલ્પ (દાંતની નસ) સુધી પહોચી ગયો હોય અને દુખાવો થતો હોય તો મુળિયાની સારવાર કરવી પડે.

ફીલીગ દ્રારા દાંતના સડાની સારવાર એટલે કે સડો ઈનેમલ કે ઈનેમલ અને ડેન્ટીન સુધીનો હોય તો તેની સારવાર કેવી રીતે થાય તેના વિષે જાણીએ.

સૌ પ્રથમ દાંતમાં થયેલો સડો ડેન્ટલ ડ્રીલ વડે દુર કરવામાં આવે છે. સડો દુર કરવાથી ત્યાં  કેવીટી (ખાડો) તૈયાર થાય છે, જેમાં ચાંદી અથવા કોમ્પોઝીટ ફિલીંગ મટીરીયલ ભરવામાં આવે છે. આ સારવારમાં ખાસ કોઈ જાતનો દુખાવો થતો નથી, છતાં જો દાંત વધારે પડતા સંવેદનશીલ હોય તો આ સારવાર લોકલ એનેસ્થેશિયા (ખોટું કરવાનું ઈન્જેકસન આપી) હેઠળ પણ આરામદાયક રીતે કરી શકાય છે.

હવે આપણે દાંતમાં ભરવામાં આવતા ફીલીગ મટીરીયલ ચાંદી અને બીજું કોમ્પોઝીટ વિષે ચર્ચા કરીશું.

ચાંદીએ મજબુત મેટલ છે, જે ખાસ કરીને પાછળની દાઢોમાં ભરવામાં ઉપયોગ થાય છે. દાંતમાં સડો દુર કરતા પડેલા ખાડામાં ચાંદીને મજબુત રીતે ફસાવવામાં આવે છે. તે દાંતના બંધારણ સાથે બંધ બનાવતી નથી, તેથી તેમાં લીકેજની ક્યારેક સમસ્યા રહે છે. તેમજ તેનો કલર કાળો મેટાલિક હોવાથી દેખાવમાં ખરાબ લાગે છે. તેથી આગળના દાંતમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.


કોમ્પોઝીટ ફિલીંગ એ ચાંદીનો બીજો આધુનિક અને ભરોસાપાત્ર વિકલ્પ છે. કોમ્પોઝીટ એ  પ્લાસ્ટીક ડેન્ટલ રેઝીન હોય છે. તેને અલ્ટ્રાવાયોલેટ લાઈટ દ્રારા કડક કરવામાં આવે છે. તે મજબુત, ટકાઉ, દાંતના કુદરતી કલર જેવું હોઈ છે, જે દાંતને કુદરતી દેખાવ આપે છે અને બીજા ફિલીંગ કરતા મજબુત, ટકાઉ હોય છે. જે દાંતના સૌંદર્યને કુદરતી બનાવે છે. કોમ્પોઝીટ દાંતના બંધારણ સાથે મજબુત બંધ બનાવે છે. જેથી તેમાં લીકેજની સમસ્યા રહેતી નથી.

કોમ્પોઝીટ દ્રારા તૂટેલા, કાળા થયેલા તેમજ સડી ગયેલા દાંતને ફરીથી આકર્ષક બનાવી શકાય છે. આ સારવાર એક જ મુલાકાતમાં થઈ શકે છે.

જો દાંતનો સડો ઊંડો હોય અને પલ્પ (દાંતની નસ) સુધી પહોચી ગયો હોય તો દાંત બચાવવા માટે મુળિયાની સારવાર (અર.સી.ટી.) ની જરૂર પડે છે. જો દાંતમાં સડો થઇ ગયો હોય તો, રાહ નહિ જોવાની કે કાઈક તકલીફ પડે એટલે કે દુખાવો થાય ત્યારે ડોક્ટરની મુલાકાત લેશું. દુખાવો થાય ત્યારે હમેશા મોડું થઇ ગયેલું હોય છે, દુખતા દાંતમાં પછી આર.સી.ટી કરવી પડે અથવા તો દાંત જ કઢાવી નાખવો પડે, જો આર.સી.ટી. થી પણ દાંત બચી શકે તેમ ન હોય તો. ડહાપણ ભર્યું એજ છે કે સમયસર દાંતના સડાની સારવાર કરાવી લેવી.

Our Services

Smile Design - Makeover

SMILE IS THE CURVE THAT SETS MANY THINGS STRAIGHT! Good smiles are never out of fashion. And now you can get the desired smile with...

દાંતને બ્રશ કરવાની આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ