દાંતને નુકસાન કરતી આદતો


ચાલો જાણીએ, કેટલીક એવી કુટેવો વિષે, જે દાંતને તેમજ મોઢાના બીજા અવયવોને નુકસાન પહોંચાડતી હોય, જેમકે પાન મસાલા કે અલ્કોહોલનો ઉપયોગ, સળી કે ટુથપીકથી દાંત ખોતરવા, દાંતથી નખ ખોતરવા, બાળકોમાં અંગુઠો ચૂસવો, હોઠ ચાવવા અને કારણ વગર દાંત કચકચાવવા. આ બધી કુટેવો દાંતને તુરંત નુંકશાન કરતી નથી પરંતુ સતત ચાલુ રહેતી આવી કુટેવો લાંબા સમયે દાંતને નોંધપાત્ર નુકસાન પહોચાડે છે.હવે આપણે એક પછી એક કુટેવ દાંતને કઈ રીતે નુકશાનકારક છે તેની ચર્ચા કરીએ,

() જીભથી દાંતને જોરથી દબાણ આપવાની ટેવ:
આ એક સાયકોલોજીકલ ક્રિયા છે જેમાં દર્દી દાંત પર જોરથી જીભ વડે દબાણ આપે છે, જેને કારણે દાંતને મજબુત રીતે જકડી રાખતી પેશીઓને નુકસાન થાય છે અને તેને કારણે લાંબા સમયે આગળના દાંત આડાઅવળા થવાથી ચહેરાનો દેખાવ બગડતો જાય છે.

(૨) હોઠ ચાવવા:
આ કુટેવ મોટેભાગે નાના બાળકોમાં જોવા મળે છે, તેને કારણે હોઠ પર ચાંદા પડે છે.

(૩) ગાલને દાંત વચ્ચે દબાવવા:
આ કુટેવને કારણે નીચેના જડબાના દાંત અંદર તરફ ખસવા લાગે છે અને દાંત આડાઅવળા થાય છે.

(૪) દાંતથી નખ ખોતરવા:
મોટેભાગે આ કુટેવ બાળકોમાં, ક્યારેક મોટોઓમાં પણ જોવા મળે છે. આ ટેવથી ખાસ કરીને નીચેના જડબાના આગળના દાંતમાં ટોચ પરથી ઈનેમલ ઘસાતું જાય છે અને દાંત ટુકા થતા જાય છે. નખની અંદર રહેલો મેલ કે જીવાણુંઓં પેટમાં જવાથી સ્વાસ્થ્ય બગડે છે.

(૫) સળી કે ટૂથપીકથી દાંત ખોતરવા:
આ ટેવ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. દાંતમાં ક્યાય પણ ખોરાકના કણો ફસાઈ જાય તો ટૂથબ્રશથી કે ઈન્ટરડેન્ટલ બ્રશથી સાફ કરવા જોઈએ. સળી કે ટૂથપીક વાપરવાથી બે દાંતની વચ્ચે રહેલા પેઢાને નુકસાન થાય છે અને ક્રમશઃ બે દાંત વચ્ચેની જગ્યા મોટી થતી જાય છે. જો દાંતમાં કેવીટી હોય તો ફીલીંગ કરાવવું જોઈએ. પાનસોપારી ખાનારાઓમાં આ તકલીફ વધારે  જોવા મળે છે. દાંતમાં ક્યાય ખોરાકના કણો ફસાઈ જાય તો ટૂથબ્રશથી કે ઇન્ટરડેન્ટલ બ્રશથી સાફ કરવા જોઈએ. સળી કે ટૂથપીક વાપરવાથી બે દાંતની વચ્ચે રહેલા પેઢાને નુકસાન થાય છ અને ક્ર્મશ: બે દાંત વચ્ચેની જગ્યા મોટી થતી જાયછે. જો દાંતમાં કવીટી હોય તો ફિલીંગ કરાવવું જોઈએ. પાન, સોપારી ખાનારોમાં આ તકલીફ વધારે જોવા મળે છે.

(૬) અંગુઠો કે આંગળા ચૂસવા
આ કુટેવ બાળકોમાં જોવા મળે છે. દોઢ વર્ષની ઉમર સુધી આ સામાન્ય ગણાય પરંતુ જો આ ટેવ દોઢ કરતા વધારે વર્ષની ઉમરના બાળકોમાં ચાલુ રહે તો દાંતને નુકસાન થાય છે. તેના કારણે ઉપરના આગળના દાંત બહાર નીકળી આવે છે, તાળવું ઉડુ થાય છે અને બાળકોના દાંતની સુંદરતાને કાયમી નુકસાન થાય છે.

(૭) તમાકુનો ઉપયોગ:
તમાકુનો કોઈપણ રીતનો ઉપયોગ (પાનમસાલા, ગુટખા, બઝર, બીડી, સીગરેટ, ખૈની, તમાકુ યુક્ત ટૂથપેસ્ટ) મોઢાના કેન્સરને આમંત્રણ આપે છે. ધુમ્રપાન અને પાનમસાલા પાયોરિયાના રોગોને વકરાવે છે. તમાકુના ઉપયોગથી મોઢામાં વારવાર ચાંદા પડે છે. દાંત ઉપર ખરાબ દેખાતા ડાઘા પડે છે. ગુટકા, સોપારીના વધારે ઉપયોગથી ફાઈબ્રોસીસ (મોઢું ઓછુ ખુલવું)ની તકલીફ થઇ છે, જે મોઢાના કેન્સરનું પ્રાથમિક ચિહન છે.

(૮) આલ્કોહોલ:
મોઢાના  કેન્સરની સાથે લીવરના કેન્સરનું પણ કારણ છે.

(૯) દાંત કચકચાવવાની ટેવ (બ્રક્સીઝમ):
આ એક સાયકોલોજિક રોગ છે. જેમાં વ્યક્તિ ઊંધતી હોઈ કે કયારેક  જાગતી હોય તે દરમિયાન કારણ વગર દાંત કચકચાવે છે. તેને કારણે દાંતનું ઈનેમલ ઘસાય છે અને દાંતની ચાવવાની સપાટી સપાટ થાય છે. આ ટેવથી જડબાના સાંધાની પણ તકલીફ થઈ શકે છે.

(૧૦) ગરમ તેમજ તીખો ખોરાક લેવાની ટેવ:
આનાથી મોઢામાં વારંવાર ચાંદા પડે છે. લાંબા સમયે મોઢું ઓછું ખૂલવાથી ફાઈબ્રોસીસની તકલીફ થાય છે.

(૧૧) કેટલીક વિશિષ્ટ કુટેવો
જેમ કે મિસ્ત્રી, સુથાર, કારીગર, મોચી ખીલીને દાંતથી પકડે છે અથવા દાંતથી વાયર ખેચવાની ટેવ હોય છે, દરજી અને ગૃહિણીઓ દોરાને કાતરને બદલે દાંતથી કાપે છે. કેટલાક લોકો પોતાના દાંત કેટલા મજબુત છે તે બતાવવા સોડા બોટલના ઢાંકણાને દાંતથી ખોલવાના દુસાહસ કરતા હોય છે. આવી ટેવોને કારણે દાંતને સતત નુકસાન થાય છે.

યાદ રાખો: તમારા દાંત કોઈ સાધન નથી, એનો ઉપયોગ ફક્ત ખોરાક ચાવવા કરવો જોઈએ.


Our Services

Smile Design - Makeover

SMILE IS THE CURVE THAT SETS MANY THINGS STRAIGHT! Good smiles are never out of fashion. And now you can get the desired smile with...

Share on social media

દાંતને બ્રશ કરવાની આદર્શ વૈજ્ઞાનિક પદ્ધતિ