નાના બાળકોમાં દાંત આવવાની શરૂઆત
કયારે થાય છે?
નાના બાળકોમાં દાંત આવે ત્યારે શું
શું તકલીફો પડતી હોય છે?
નાના બાળકોમાં દાંત નીકળતી વખતે કેટલો દુખાવો થવો સામાન્ય છે?
નાના બાળકોમાં
જયારે દાંત આવે ત્યારે રાત્રે વધુ તકલીફ કેમ થાય છે?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે દુખાવામાં રાહત કઈ રીતે આપી શકાય?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું બાળક દૂધ
ઓછું પીવે?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું સ્તનપાન
મદદરૂપ છે?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું કેળું મદદ કરે?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે કેવો ખોરાક ટાળવો જોઈએ?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું તેનાથી ઝાડા (ડાયેરિયા) થાય?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું તેનાથી તાવ આવે?
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે શું ન કરવું?
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે મોઢાની સફાઈ કેવી રીતે રાખવી?
નાના બાળકમાં દાંત આવે તે તેના શારીરિક વિકાસની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે બાળકની ૬ મહિના ઉંમરની આસપાસ પ્રથમ દાંત દેખાય છે. આ સમય દરમિયાન બાળક ચીડિયું થાય, વધારે લાળ આવે, ઊંઘ સારી ન થાય. આ બધી બાબતો, માતા-પિતાને ચિંતિત બનાવે છે. યોગ્ય માહિતી અને કાળજીથી આ સમયને સરળતાથી પસાર કરી શકાય છે.
નાના બાળકોમાં દાંત આવવાની શરૂઆત કયારે થાય છે?
- સામાન્ય રીતે બાળકની ૪ થી ૧૨ મહિનાની વચ્ચે પ્રથમ દાંત આવે છે. આ સમયગાળો સરેરાશ છે.
- પહેલા નીચેના આગળના બે દાંત (Lower Central Incisors) આવે છે.
- અઢી થી ૩ વર્ષની ઉંમર સુધીમાં તમામ ૨૦ દુધિયા દાંત આવી જાય છે.
- જો ૧૨-૧૪ મહિના સુધી એક પણ દાંત ના આવે તો દાંતના ડોક્ટરને બતાવવું.
નાના બાળકોમાં દાંત આવે ત્યારે શું શું તકલીફો પડતી હોય છે?
- વધુ લાળ આવવી
- સોજેલા પેઢાં અથવા લાલ દેખાવા
- વસ્તુઓ મોઢામાં નાખવાની અથવા ચાવવાની ઇચ્છા
- ચીડિયાપણું
- હળવો તાવ
- ઊંઘમાં ખલેલ
- વધુ તાવ, સતત ઝાડા, ઊલ્ટી – સામાન્ય લક્ષણ નથી.
નાના બાળકોમાં દાંત નીકળતી વખતે કેટલો દુખાવો થવો સામાન્ય છે?
- ૩ થી ૫ દિવસ સુધી અસ્વસ્થતા સામાન્ય છે.
- દરેક દાંત માટે ૨-૭ દિવસ હળવો દુખાવો રહી શકે.
સતત રડવું, દૂધ ન પીવું, બેહોશ જેવી સ્થિતિ – સામાન્ય નથી.
નાના બાળકોમાં જયારે દાંત આવે ત્યારે રાત્રે વધુ તકલીફ કેમ થાય છે?
- રાત્રે ધ્યાન ભટકતું નથી
- સુતી વખતે પેઢામાં રક્તપ્રવાહ વધે છે
- બાળક અસ્વસ્થતા વધુ અનુભવે છે
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે દુખાવામાં રાહત કઈ રીતે આપી શકાય?
- પેઢાં પર હળવા હાથે આંગળીથી મસાજ કરવું
- ઠંડું (ફ્રિઝમાં રાખેલું, પણ બરફ નહીં) ટીથર
- સ્તનપાન
- ગોદમાં રાખી શાંતિ આપવી
- બાળરોગ નિષ્ણાતની સલાહ મુજબ Paracetamol
- દાંત આવતી વખતે બાળકો મોંમાં હાથ નાખે છે તેથી તેમના હાથ અને મોં વારંવાર સાફ કરતા રહો જેથી ચેપ ન લાગે.
- બાળકોના રમકડાં સ્વચ્છ રાખો જેથી પેટમાં ઇન્ફેકશન ન થાય
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું બાળક દૂધ ઓછું પીવે?
હા, પેઢાં દુખતા હોવાથી થોડા દિવસ ઓછું પી શકે.
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું સ્તનપાન મદદરૂપ છે?
હા, તે બાળકને માનસિક શાંતિ આપે છે.
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું કેળું મદદ કરે?
થોડું ઠંડું અને નરમ કેળું આરામ આપી શકે. પરંતુ પછી
મોઢું સાફ કરવું.
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે કેવો ખોરાક ટાળવો જોઈએ?
- વધુ મીઠી વસ્તુઓ
- કડક વસ્તુઓ
- મધ (એક વર્ષથી નાના બાળકને નહીં)
- ખૂબ મસાલેદાર ખોરાક
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું તેનાથી ઝાડા (ડાયેરિયા) થાય?
દાંત સાથે તેને સીધો સંબંધ નથી, પરંતુ લાળ વધારે ગળી જવાથી મળ થોડું ઢીલું થઈ શકે. આ કારણ ઉપરાંત આ સમય દરમિયાન પેઢામાં ખંજવાળ આવવાથી જીવાણુયુક્ત હાથ અને રમકડાં કે અન્ય વસ્તુઓ મોઢામાં વારંવાર નાખવાથી પેટમાં ઇન્ફેકશન થાય છે. જે ઝાડા થવા માટે જવાબદાર છે. જો એકદમ પાણી જેવા ઝાડા વારંવાર થાય તો બાળકોના ડૉક્ટર (pediatrician)ને જરૂરથી બતાવવું.
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું તેનાથી તાવ આવે?
હા, પણ માત્ર હળવો તાવ 100°F આસપાસ આવી શકે.
101°F થી વધુ તાવ હોય તો ડૉક્ટરને મળવું.
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે શું ન કરવું?
- પેઢાં પર આલ્કોહોલ (સ્પિરિટ) ન લગાવવું
- પેઢાં પર મધ કે મીઠી વસ્તુ ન લગાડવી
- ડોક્ટરની સલાહ વગર દવા ન આપવી
- બરફ જેવી કડક વસ્તુ ન આપવી
- મીઠું લગાડેલી ચૂસણી ન આપવી
- લાંબા સમય સુધી બાળકની તકલીફને અવગણવી નહીં
નાના બાળકોને જયારે દાંત આવતા હોય ત્યારે મોઢાની સફાઈ કેવી રીતે રાખવી?
- દાંત આવતા પહેલાં પણ ભોજન બાદ ભીના કપડાથી પેઢાં સાફ કરો
- પ્રથમ દાંત આવ્યા પછી સોફ્ટ ફિંગર બ્રશ વાપરો
- ટુથપેસ્ટનો ઉપયોગ કરવો જરૂરી નથી
- દિવસમાં ૨ વખત બ્રશ કરાવવું
નાના બાળકોને
જયારે દાંત આવતા હોય ત્યારે થોડીક તકલીફ તો પડે છે, પરંતુ યોગ્ય
કાળજી લાંબા ગાળે સ્વસ્થ સ્મિત આપે છે.
લક્ષણો અસામાન્ય લાગે તો તરત ડોક્ટરની સલાહ લો.
દુધિયા દાંતની કાળજી આજે — સ્વસ્થ કાયમી દાંત આવતીકાલે.




