ચોકઠું સમય જતાં ઢીલું કેમ થાય છે?
ઢીલું ચોકઠું શા માટે ના પહેરવું
જોઈએ? ઢીલાં ચોકઠાંથી શું શું તકલીફો પડે છે?
ઢીલાં ચોકઠાંની સમસ્યાનો કાયમી
ઉપાય શું?
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર
એટલે શું ?
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચરના
શું ફાયદા છે?
ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે
શું?
ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટના શું
ફાયદા છે?
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર અને
ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, આ બન્નેમાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાય?
આધુનિક ઈમ્પ્લાન્ટ સારવારથી મેળવો સ્થિર અને આરામદાયક દાંત
ઘણા બધા લોકો બધા દાંત પડી ગયા પછી
ચોકઠું (Denture) પહેરે છે. શરૂઆતમાં ચોકઠાંનું ફીટીંગ સારું હોય છે, પરંતુ સમય જતા ઘણા દર્દીઓમાં ચોકઠું ઢીલું થઈ જવાની સમસ્યા
જોવા મળે છે. ઢીલાં ચોકઠાંથી ખાવામાં તકલીફ થાય છે અને વાત કરતી વખતે ચોકઠું નીકળી
જશે તો એવા સતત ભયથી આત્મવિશ્વાસમાં કમી અનુભવાય છે.
કેટલાક કેસમાં તો પહેલેથી એટલે કે
ચોકઠું બનાવ્યું હોય ત્યારથી જ ઢીલાં ચોકઠાંની ફરિયાદ રહે છે, ખાસ કરીને નીચેના
ચોકઠાંમાં.
આજકાલ આધુનિક દંતચિકિત્સામાં આવી સમસ્યાનો લાંબા ગાળાનો ઉત્તમ ઉકેલ ઉપલબ્ધ છે — ખાસ કરીને ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ટર અથવા ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ.
ચોકઠું સમય જતાં ઢીલું કેમ થાય છે?
દાંત કઢાવ્યા પછી સમય સાથે જડબાનું
હાડકું સંકોચાતું (Bone Resorption) જાય છે, જેના કારણે પેઢાંના આકાર
અને કદમાં ફેરફાર થાય છે અને ચોકઠાંનું ફીટીંગ પહેલા જેટલું રહેતું નથી.
મુખ્ય કારણો:
- જડબાના હાડકાનું ધીમે ધીમે સંકોચાવું
- પેઢાંના આકારમાં ફેરફાર
- જૂનું અથવા ઘસાઈ ગયેલું ચોકઠું
- ચોકઠાં અને પેઢાની સપાટી વચ્ચેનું સક્શન ઓછું થવું
ઢીલું ચોકઠું શા માટે ના પહેરવું જોઈએ? ઢીલાં ચોકઠાંથી શું શું તકલીફો પડે છે?
ઢીલું ચોકઠું ચલાવ્યે રાખવાથી કેટલાક ટૂંકા ગાળાના તેમજ કેટલાક લાંબા ગાળાના આરોગ્ય સંબંધિત ગંભીર નુકસાન થઈ શકે છે, તે ઉપરાંત રોજિંદા દિવસ દરમિયાન ઢીલાં ચોકઠાંને કારણે ઘણી વખત વાત કરતી વખતે, હસતી વખતે અથવા ખાવા દરમિયાન લોકો સામે શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. ઢીલું ચોકઠું માત્ર કંટાળો જ નથી આપતું પરંતુ તે રોજિંદા જીવનને પણ અસર કરે છે.
સામાજિક સંકોચ (Social Embarrassment)
- જાહેરમાં ઢીલું ચોકઠું મોઢામાંથી બહાર નીકળીને પડી જાય તો લોકો સામે શરમજનક પરિસ્થિતિ ઉભી થવી
- વાત કરતાં કે હસતાં સમયે ડેન્ચર ખસી જવાનો સતત ભય
- જાહેર સ્થળે ખાવા-પીવામાં અસહજતા અનુભવવી
ખાવામાં મુશ્કેલી (Difficulty in
Eating)
- ઢીલાં ચોકઠાંથી ખોરાક સારી રીતે ચાવી ન શકવું
- કઠણ અથવા ચીકણો ખોરાકથી ડેન્ચર ખસી જવું
- ચોકઠાં નીચે ખોરાક ફસાઈ જવો
- જમવા સમયે દુખાવો થવો અથવા કંટાળો આવવો
બોલવામાં
મુશ્કેલી (Difficulty in Speaking)
- કેટલાક શબ્દો સ્પષ્ટ રીતે ઉચ્ચારી ન શકવું
- બોલતી વખતે ડેન્ચર હલતું હોય તેવું લાગવું
- લોકો સાથે વાત કરતાંમાં આત્મવિશ્વાસ ઓછો થવો
પેઢાં સંબંધિત સમસ્યા (Gum Problems)
- પેઢાં છોલાવા અથવા પેઢાંમાં ચાંદા પડવા
- પેઢાંમાં દુખાવો થવો તેમજ સોજો આવવો
- લાંબા ગાળે
હાડકું સંકોચાવું (Bone loss)
આત્મવિશ્વાસમાં
ઘટાડો (Reduced
Confidence)
- હસતાં કે વાત કરતાં ચોકઠું નીકળી જવાનો સતત ભય અનુભવવો
- લોકો સામે ખડખડાટ હસવામાં સંકોચ થવો અથવા ટાળવું
- સામાજિક પ્રવૃત્તિઓ અને મેળાવડામાં ભાગ લેવાની ઇચ્છા ઓછી થવી
ઢીલાં ચોકઠાંની સમસ્યાનો કાયમી ઉપાય શું?
ઢીલાં ચોકઠાંની સમસ્યાને બે રીતે ઉકેલી શકાય છે (1) ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર અને (2) ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર એટલે શું ?
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ટરમાં
જડબામાં સામાન્ય રીતે ૨ થી ૪ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. ત્યારબાદ ડેન્ચર
આ ઇમ્પ્લાન્ટ સાથે ખાસ અટેચમેન્ટ દ્વારા મજબૂત રીતે જોડી દેવામાં આવે છે. આ રીતે
ડેન્ચર માત્ર પેઢાં પર ટેકવાતું નથી, પરંતુ ઇમ્પ્લાન્ટ પર સજ્જડ રીતે
જોડાઈ જાય છે, જેના કારણે તે વધુ સ્થિર બને છે. આ
ચોકઠું જયારે કાઢવું હોય ત્યારે નીકળી શકે એમ હોય છે.
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચરના શું ફાયદા છે?
- સામાન્ય ડેન્ચર કરતાં ઘણી વધારે મજબૂત પકડ મળે છે
- ખાવા અથવા બોલતી વખતે ડેન્ચર ખસતું નથી
- ચાવવાની કાર્યક્ષમતા વધારે હોય છે
- વધુ આરામ અને આત્મવિશ્વાસ મળે છે
- સરળતાથી કાઢીને સાફ કરી શકાય છે
- જડબાની હાડકાને વધુ નુકસાન થતું અટકાવવામાં મદદ કરે છે.
- વારંવાર પેઢા છોલાઈ જવા અથવા પેઢામાં ચાંદા પડવાની તકલીફ ખૂબ જ ઓછી રહે છે.
જે દર્દીઓ પહેલેથી ડેન્ચર પહેરે છે
અને લૂઝ ડેન્ચરની સમસ્યા અનુભવે છે, તેમના માટે ઓવરડેન્ટર ખૂબ જ
અસરકારક અને લોકપ્રિય સારવાર છે.
ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે શું?
જો તમે ફિક્સ દાંત ઇચ્છતા હો, તો ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સૌથી આધુનિક અને લાંબા ગાળાનો ઉકેલ છે. આ
સારવારમાં સામાન્ય રીતે, દરેક જડબામાં ૪ થી ૬ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. ત્યારબાદ
તેની ઉપર ફિક્સ ફુલ ફિક્સ દાંત લગાવવામાં આવે છે. આ દાંત ચોકઠાંની જેમ કાઢવાના નથી,
મોઢામાં જ ફિક્સ રહે છે. આ સારવારથી કુદરતી દાંત જેવી જ મજા આવે છે અને કુદરતી
દાંત જેવુ જ કામ આપે છે.
ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટના શું ફાયદા છે?
- કાયમી અને ફિક્સ દાંત
- કઠળ વસ્તુ ચાવવાની ક્ષમતા
- કુદરતી અને સુંદર સ્માઈલ
- ડેન્ચર ખસવાની કોઈ ચિંતા નથી
- જડબાની હાડકું જાળવી રાખે છે
- લાંબા સમય સુધી ટકાઉ પરિણામ
ઘણા દર્દીઓ માટે આ સારવાર પછી ખાવા, બોલવા, સ્માઈલ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર અને ફુલ માઉથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, આ બન્નેમાંથી કયો વિકલ્પ યોગ્ય ગણાય?
યોગ્ય સારવાર પસંદ કરતી વખતે
નીચેના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે:
- જડબાના હાડકાની સ્થિતિ
- તમારા આરોગ્યની સ્થિતિ
- તમે નીકળી શકે એવું સેમી ફિક્સ કે ફિક્સ દાંત, શું પસંદ કરો છો
- તમારા બજેટ મુજબનો વિકલ્પ
- સારવાર માટે તમારી પાસે ઉપલબ્ધ સમય
- સારવાર પછી દાંતની જાળવણી કેટલી શકય છે
ડેન્ટલ ચેકઅપ અને જરૂરી એક્સ-રે/CBCT સ્કેન પછી યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે.
આત્મવિશ્વાસભર્યું સ્મિત ફરી મેળવો.
ઢીલાં ચોકઠાં સાથે જીવવું મુશ્કેલ બની શકે છે. પરંતુ આધુનિક દંતચિકિત્સામાં ઇમ્પ્લાન્ટ આધારિત દાંતની સારવારથી સ્થિર, આરામદાયક અને કુદરતી દેખાતા દાંત ફરી મેળવી શકાય છે.
ડૉ. ભરત કટારમલ ડેન્ટલ ક્લિનિક, જામનગર ખાતે દર્દીઓને આધુનિક ઇમ્પ્લાન્ટ સારવાર ઉપલબ્ધ છે.
અમારી વિશેષતાઓ
- આધુનિક ડેન્ટલ ટેકનોલોજી
- વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન
- અનુભવી ડેન્ટલ ટીમ
- આરામદાયક અને સુરક્ષિત સારવાર
- અમારો હેતુ છે દર્દીઓને સ્થિર, આરામદાયક અને કુદરતી દેખાતા દાંત ફરી આપવા.
જો તમે અથવા તમારા વડીલો લૂઝ
ડેન્ચરથી પરેશાન છે, તો હવે આધુનિક ઇમ્પ્લાન્ટ સારવારથી તેનો કાયમી ઉકેલ
મેળવી શકો છો.
વધુ માહિતી માટે અથવા કન્સલ્ટેશન
બુક કરવા માટે આજે જ સંપર્ક કરો.
ડૉ. ભરત કટારમલ ડેન્ટલ અને
ઈમ્પ્લાન્ટ ક્લિનિક
જામનગર
ફોન નંબર : 9714290071


